સમલૈંગીક સંબંધોને ગુનો ગણાવતી કલમ ૩૭૭ હટાવી લેવા વડી અદાલતમાં અરજી થયા બાદ કેન્દ્રને એક અઠવાડિયામાં જવાબ દેવા આદેશ

માનવજાતમાં પણ કુદરત કયારેક કોઈ કરામત કરી જતી હોય છે. સામાન્ય રીતે માનવીમાં વિજાતીય આકર્ષણ જોવા મળે છે. પરંતુ કયારેક અટપટી કુદરતી ભુલના કારણે કેટલાક લોકો સજાતિય આકર્ષણ ધરાવતા હોય છે. ભારતમાં સજાતિય સંબંધને ગેરકાયદે માનવામાં આવે છે. ભારતીય દંડ સહિતા ૩૭૭ હેઠળ સમલીંગી સંબંધને ગુન્હો ગણવામાં આવ્યો છે. આ ગુન્હામાં ૧૦ વર્ષ સુધીની કેદ ઈ શકે છે.

હાલ દુનિયાના વિકસીત દેશોમાં સમલૈંગીકતા અંગે ફરીી વિચાર થઈ રહ્યો છે ત્યારે અદાલતમાં લલીત ગ્રુપ ઓફ હોટેલ્સના માલીક કેશવ સુરીએ કલમ ૩૭૭ને પડકારી તેને ગુનો ન ગણવા માટે અરજી કરી હતી. જેના અનુસંધાને વડી અદાલતે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે.

તાજેતરમાં જ દેશની વડી અદાલતે નાગરિકોના અધિકાર મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ૩૩ વર્ષના કેશવ સુરીએ અદાલતમાં આ મામલે પણ ઘા નાખ્યો છે. કેશવ સુરી પોતે સજાતિય હોવાનો દાવો કરી રહ્યાં છે.

કલમ નં.૩૭૭ હેઠળ સમલૈંકતાને અપરાધ માનવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શારીરિક સંબંધો નકકી કરવા રાઈટ ઓફ ચોઈસ છે તેવી દલીલ થઈ રહી છે.

વડી અદાલતમાં યેલી પીટીશનમાં દાવો કરાયો છે કે, અરજકર્તા કલમ ૩૭૭નો પોતાના પર ખોટી રીતે ઉપયોગ થશે તેવા ડરી પીડાઈ રહ્યો છે. પરિણામે તે પોતાના સંબંધોને જાહેર કરી શકતો ની. તેને કોની સો શારીરિક સંબંધ રાખવા તે નકકી કરવાનો અધિકાર હોવો જોઈએ. આ ટીપીશન અંગે સુનાવણી કરવા મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા અને ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર તા ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે તૈયારી દર્શાવી છે અને એક અઠવાડિયામાં કેન્દ્ર સરકાર પાસેી કલમ ૩૭૭ મુદ્દે જવાબની માંગણી કરી છે.

થોડા વર્ષો પહેલા વડી અદાલતને ૨૦૧૩ના પોતાના ફેંસલામાં સમલૈંગીકતાને ડીક્રિમીનલાઈઝ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અલબત હવે આ મુદ્દે પીટીશનને સ્વીકારવામાં આવી છે. અગાઉ સર્વોચ્ચ અદાલતે અંગતતા મામલે આપેલા સીમાચિન્હરૂપ ચુકાદામાં જણાવ્યું હતું કે, ખાનગીપણાનો અધિકાર અને જાતિય અભિમુખતાનું રક્ષણ બંધારણના આર્ટીકલ-૧૪-૧૫ અને ૨૧માં બાંહેધરી અપાયેલા મુળભૂત અધિકારોના બાંહેધરીરૂપ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.