રિયાદ અથવા રજૂઆત રૂબરૂને બદલે ઈ-મેલ અથવા સોશ્યલ મિડીયા મારફતે તેમજ ટ્રાફીક દંડ ઓનલાઈન ભરો
વિશ્વમાં કોરોના વાયરસનો નવો વેરીઅંટ ઓમીક્રોનની મહામારી વધુ ફેલાતી અટકે અને લોકો સલામત રહે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામા આવેલા છે જેમા ગુજરાત સરકાર દવારા પણ માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલી છે. જેનુ પાલન કરવાથી કોરોના વાયરસનો નવો વેરીઅંટ ઓમીક્રોનનો ફલાવો અટકાવી શકાય છે.
શહેર પોલીસ પ્રજા માટે હરહંમેશ તત્પર રહેલ છે કોરોના વાયરસનો નવો વેરીઅંટ ઓમીક્રોનની મહામારી અટકાવવા જાહેર કરેલા માર્ગદર્શીકાનું પાલન કરાવવા માટે શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહેલી છે જે ફરજ દરમ્યાન પોલીસ દ્વારા ક્ધટેનમેન્ટ ઝોન, માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન વિસ્તારની સતત વિઝીટ કરવામા આવે છે કર્ફયુ બંદોબસ્ત, વિસ્તાર પેટ્રોલીંગ અને રૂટીન કામગીરીમા પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારઓને સંપર્કમા આવવાનુ થાય છે જેથી સતત અન્ય લોકોના સંપર્કમા આવવાથી ઓમીક્રોનનો ફેલાવો થવાની સંભાવના ખુબજ વધુ હોય જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવવાનુ ટાળે અને ઓમીક્રોનનો ફેલાવો થતો અટકે તેવા હેતુથી શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેર પોલીસ સ્ટેશન ના ઇ-મેઇલ આઇડી, ફેસબુક એકાઉન્ટ, ટવીટર, ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ, સીટીઝન પોર્ટલ નીચે મુજબના ઉપલબ્ધ છે જાહેરજનતાને અનીવાર્ય ન હોય તો પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવવાને બદલે તે ઓનલાઇન માધ્યમથી ફરીયાદ /અરજી કરવા અપીલ કરવામાં આવે છે.
અરજદાર દવારા જે ઓનલાઇન મળેલ ફરીયાદ અરજી બાબતે શહેર પોલીસ દ્વારા તપાસ કરશે તેમજ જરૂરીયાત જણાય તે કેસમા અરજદારના મોબાઇલ પર વિડીયો કોલીંગની ફેસીલીટી થી અરજદારની રજુઆત સાંભળી તપાસની કાર્યવાહી કરાશે અને અરજદારના ઇ-મેઇલ એકાઉન્ટ મા જે કરેલ કાર્યવાહીની જાણ કરવામા આવશે.
શહેર પોલીસ કંટ્રોલરૂમ કાર્યરત છે જેમા 100 નંબર પર કોલ કરવાથી જાહેર જનતાને કોઇપણ જગ્યાએ પોલીસ સહાયની જરૂરીયાત હોય તો તાત્કાલીક પોલીસ સ્થળ પર પહોંચી તેમના પ્રશ્નનુ નીરાકરણ કરશે જેથી શકય ત્યાં સુધી ટોળામા આવવાનુ ટાળવુ કોઇ પોલીસ સ્ટેશન કે પોલીસ કમિશ્નર ની કચેરી ખાતે અરજદારે આવવાની જરૂરીયાત ઉભી થાય તો મોટી સંખ્યામા આવવાની જગ્યાએ શક્ય હોય તો ફકત બે વ્યકિતને આવવા સુચના છે. તેમજ ટ્રાફીક દંડ ભરવા માટે અંતર રાખવું અથવા ઓનલશઈન સુવિધાનો ઉપયોગ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.