કિસાન સંઘના નેજા હેઠળ કામગીરી પુરજોશમાં: આગેવાનો ‘અબતક’ની મુલાકાતે
પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ભારતીય કિશાન સંઘ તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંયુકત ઉપક્રમે દાતાઓની મદદી તેમજ ગ્રામજનોની જાગૃતિી ચેકડેમ રીપેરીંગ અને ઊંડા કરવાનું કામની શરૂઆત કરેલ હતી. આ ચેકડેમને ઊંડુ કરીને તેની પાળીની ઊંચાઈ વધારીને વધારેમાં વધારે પાણી બચે એવા પ્રયત્નો કરવામાં આવે છે. ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે સારું કામ થાય તેવો આખી ટીમ વતી પ્રયત્ન ઈ રહ્યો છે. આ ચેકડેમની અંદર રાજકોટી ઘણા બધા વ્યક્તિઓએ શ્રમદાન કરવા આવેલા છે બે દિવસી ચાલતું આ ગામની અંદર માણસો દ્વારા તેમજ જેસીબી અને હિટાચી અને ટ્રેકટર દ્વારા ખુબ સરસ રીતે ઝડપી આ કાર્ય ચાલી રહ્યું છે. આ કાર્યની અંદર ગ્રામજનોની અંદર જાગૃતિ આવે તેવા પ્રયત્ન દિલીપભાઈ સખિયા કી થઈ રહ્યાં છે અને ગામ સો મળી અને બીજા ઘણા બધા ડેમ રિપેર કરી શકે એવી ભાવના જાગે તેવો પ્રયત્ન કરી રહ્યાં છે. આ ગામના આ ડેમના ઉદાહરણી સૌરાષ્ટ્રના દરેક ગામના ખેડૂતો સ્વયંભૂ પોતાની જવાબદારી સમજી અને વધારામાં વધારે શ્રમકાર્ય કરી અને આજુબાજુના જેટલા પણ ડેમ રિપેર થાય તેવો પ્રયત્ન જો કરવામાં આવે તો થોડા ક જ સમયમાં આ એરિયાનું જળસંકટ છે જે મોટામાં મોટો પ્રશ્ર્ન સોલ ઈ જશે.
આ કાર્યને વેગ આપવા માટે ભારતીય કિશાન સંઘની રાજકોટ જિલ્લાની આખી ટીમ તેમજ ખીજડિયા ગામના ખેડૂતોના સા-સહકારી આ કાર્ય ચાલુ છે. જે ડેમની અંદર સરકારી યોજના મુજબ ૧૦ થી ૧૫ લાખમાં પણ તૈયાર ન થાય તે ડેમ માત્ર ત્રણ લાખ રૂપિયામાં દાતા તેમજ ગામ લોકોના સહકારી માત્ર ૩ દિવસની અંદર કામ પૂર્ણ કરેલ છે.
ભારતીય કિશાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા, પ્રભુદાસભાઈ મણવર, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, મનોજભાઈ ડોબરિયા, ઠાકરશીભાઈ પીપળીયા, રમેશભાઈ હાપલીયા, ધર્મેશભાઈ સોરઠીયા, વશરામભાઈ કાકડીયા, બચુભાઈ ધામી, મહિપાલસિંહ જાડેજા, જીતુભાઈ સંતોકી, મધુભાઈ પાંભર, ભુપતભાઈ કાકડિયા, અશોકભાઈ મોલીયા, ભાવેશભાઈ રૈયાણી, ઝાલાભાઈ ઝાપડિયા, કિશોરભાઈ લક્કડ, હતી.વિનુભાઈ દેસાઈ, શાંતિલાલ વેગળ, કિશોરભાઈ સગપરીયા, કાળુભાઈ, રમેશભાઈ લક્કી, મુકેશભાઈ રાજપરા તેમજ જિલ્લા અને તાલુકાના કાર્યકર્તા ત હતી.થા તમામ ખેડૂતોનો સા-સહકારી ડેમનું કામ પૂર્ણ કરેલ છે. જે વ્યક્તિ દીલી સહયોગ કરવા માંગતા હોય તેઓએ (મો.નં.૯૮૨૫૦૫૯૧૬૦/૯૯૯૮૮૬૧૫૫૯) પર સંપર્ક કરવો. વધારેમાં વધારે માણસો આ કાર્યમાં સહભાગી થાય એવી ભારતીય કિશાન સંઘ રાજકોટ જિલ્લાએ ‘અબતક’ની મુલાકાત દરમ્યાન અપીલ કરી છે.