દાનહમાં વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા પ્રદેશના વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રશાંત પાટીલ અને બજરંગ દળ ના અધ્યક્ષ આલોક જુગલ કિશોર શર્માના અધ્યક્ષતામાં પુલવામા થયેલા આતંકી હુમલાના વિરોધમાં દાનહના સમાહર્તા કનન ગોપીનાથનને આવેદન આપ્યું છે.

આ અવેદાનામાં જાણવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામાં પાકિસ્તાન આતંકવાદી દ્વારા ભારતીય જવાનો પર હુમલાઓના ધૃણાસ્પદ કૃતિઓના વિરોધમાં ભારતના કાશ્મીરમાં રોજ અને વારંવાર પાકિસ્તાનના આતંકવાદી તેમજ જમ્મુ-કાશ્મીરના અમુક સ્થાનિક લોકો દ્વારા ભારતના સૈનિકો જવાનો પર હુમલાઓ થયા છે અને રોજ અમારા જવાનો વીર ગતિને પ્રાપ્ત થાય છે.

અવારનવાર જવાનોની ગાડી અર પથ્થર બાજુ પણ હુમલો કરે છે પરંતુ તારીખ ૧૪-૦૨- ૨૦૧૬ના રોજ જે જમ્મુ-કાશ્મીરના પુલવામા જે પાકિસ્તાની આતંકવાદી દ્વારા બસમાં બેઠેલા સીઆરપીએફના જવાનોની ટુકડી જઈ રહી હતી ત્યારે પાકિસ્તાની આતંકવાદી દ્વારા ખૂબ જ નિર્દયી કૃત્ય કરી આખી જવાનો થી ભરેલ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ કૃત્યએ આખા વિશ્વને હચમચાવી મૂક્યું અને ભારતના દરેક નાગરિકને હવે મજબુર કરી દીધા છે. હવે કોઇપણ ભોગે જવાનોનો બદલો લેવા આતુર છે. હવે અમે અમારા જવાન ભાઈઓ ને આ રીતે વીરગતિ પ્રાપ્ત નહીં થવા દઈએ આપ સાહેબ ના માધ્યમથી અમે દરેક રાજકીય નેતાને કહેવા માંગીએ છીએ કે બંધ કરો રાજકારણ આપણું હવે બસ થયું પૂરું કરો આ પાકિસ્તાન આતંકવાદીને અને કોઈ સબૂત નહીં કોઈ સવાલ નહીં એના પાસેથી તો ઓર્ડર આપવો અને છુટા પૂરો કરવાની એ જ ખરી શ્રદ્ધાંજલિ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.