વોર્ડ નં.9ના સેવાભાવી નગરસેવક હિંગોરા પરિવારની સેવાને બિરદાવતા નગરજનો
પ્રજાના ચૂટાયેલા પ્રતિનિધિ મોટે ભાગે ચૂંટાઈ જાય પછી જનતા સામે જોવાનું માંડી વાળતા હોય છે.જનતા પણ સમજતી હોયકે ચૂંટણી સમયે કાલાવાલા કરતો ઉમેદવાર ખરા સમયે કામ આવે તેજ સાચો પ્રતિનિધિ કહેવાય મોટાભાગના નાના-મોટા રાજકીય માણસો સરકાર અથવા તોએન.જી.ઓના ખર્ચ પોતાની કામગીરી બતાવવા પાવરધા હોય છે. ચૂંટણી નજીક આવતી હોય ત્યારે પાંચ વર્ષમાં કયારેય ન જોયા હોય તેવા મુદા ઉભા કરી તંત્રને આવેદન આપી પોતાની વાહ વાહ કરતા હોયતેવા નેતાઓ શેરીએ ગલીઓમાંબિલાડીની ટોપની જેમ ફુટીનીકળતા હોય છે.પણ સાચો નગર સેવક કોને કહેવાયતેજોવું હોય તોએક વખત શહેરના વોર્ડ નં.9નાં નગર સેવક પિતા પુત્રની જુગલ જોડી રજાકભાઈ હિંગોરા અને રિયાજભાઈ હિંગોરા કામગીરી વિશે ખુદ જનતા પાસેથી જાણવા મળે છે.
વોર્ડ નં.9ના નગરસેવક તરીકે છેલ્લા 20 વર્ષથી ચૂંટાઈ ને વોર્ડની તમામ જનતાને કોઈપણ જાતના ભેદભાવ વગર પોતાના પરિવારના સભ્યો માની આજે હિંગોરા પરિવાર ખરા અર્થમાં નગર સેવક તરીકે ઉભરી આવ્યા છે.
મોટાભાગના રાજકીય માણસોને પ્રજાના કામ કરવા હોય ત્યારે આંખમાં કમરો દેખાતો હોય છે પ્રજાને કામ માટે તલ્લે ચડાવે નહીના સાચા રાજકારણી કહેવાય નહી પણ વોર્ડ નં.9ના સેવા ભાવી નગર સેવક રજાકભાઈ હિંગોરા અને રિયાજભાઈ હિંગોરા આજે 20 વર્ષ થયા જનતાની સેવા કરી રહ્યા છે. ત્યારે મુસ્લીમોના પવિત્ર રમજાત માસમાં હાલ નગરપાલીકામં વહીવટદાર સાશન હોવાથી અને સ્વભંડોળ નહિ હોવાથી પ્રજાના કામો અટકી પડયા છે. ત્યારે વોર્ડ નં.9ના નગર સેવકો રજાકભાઈ અને રિયાજભાઈ પોતાના ખર્ચે ધોરાજી દરવાજા પાસે જયા તાજીયા પળમાં આવે છે.
ત્યારે સ્વ. ખર્ચે પથ્થરની કાંકરી તેમજ મોરમ નખાવી આપેલ જયારે વોર્ડ નં. 9નો મુખ્ય વિસ્તાર જયા લોકો મોહરમનો તહેવાર ઉજવે છેત્યાં પોતાએ હાથે તમામ ગંદકી દૂર કરી પાણીનો છંટકાવ કરી બજારને ચોખી બનાવેલ દરગાહ પાસે સિલીકોનની કાંકરી પથરાવી ત્યાંથી ગંદકી દૂર કરેલ ધોરાજી જાપા વિસ્તારમાં મોટી કુંડીઓ આવેલ છે ત્યાં ઢાંકણ તુટી ગયેલ હોવાથી પોતાના સ્વ ખર્ચે મોટા ઈગલના ઢાંકણ ફીટ કરાવી આપેલ ખ્વાજાનગરમાં કાકરી અને સોલ નખાવેલ તેમજ કરીમભાઈના ઘર પાસે ગટરમાં નવા પાઈપ ફીટ કરી ગટર બનાવી આપેલ પંજાબી કોલોની પાસે રસુલપરામાં બે લાખના ખર્ચે પાણીની પાઈપલાઈન નાખી ખરા અર્થમાં પ્રજાના દુ:ખમાં સહભાગી બનેલ તેમજ નાપાણી ફરીયામાં ગટરનું કામ કરાવી આપેલ આમ પવિત્ર મોહરમ માસમાં પોતાના પાંચ લાખ રૂપીયા વાપરી પ્રજાના પ્રશ્ર્નો ઉકેલી ખરા અર્થમાં પ્રજાના સેવક્ બન્યા હતા.
નગરપાલિકા પાસે સ્વભંડોળ ન હોવાથી પ્રજાના પ્રશ્ર્નો ટલ્લે ચડયા
નગરપાલીકાની બોર્ડની મુદત પરી થવાની સાથે નગરપાલીકામાં સ્વભંડોળ પણ પુરૂ થઈ જતા હાલ વહીવટદાર શાસનમાં ભંડોળના અભાવે પ્રજાના પ્રશ્ર્નો ટલ્લે ચડી રહ્યા છે.
રજાકભાઈની આંખે ઉડતી કામગીરી
વોર્ડ નં.9માં 400 કરતા વધુ પરિવારો ને 24 કલાક પાણી વિનામૂલ્ય પૂરૂ પાડે છે. તેમજ ગરીબ દર્દીઓને રાશનની કીટ દવા, મેડીકલ ખર્ચ આપી પ્રજાના દુખ દૂર કર છે.અગાઉ તેઓએ પોતાના સ્વ ખર્ચે અનેક રોડ રસ્તા તેમજ પાણીના ગટરના પ્રશ્ર્નો તેઓ પોતાએ સ્વ ખર્ચે કરાવી આપતા ઉપલેટાની ચેમ્બર ઓફ કોમર્સ સહિત 51 સંસ્થાઓએ રજાકભાઈ હિંગોરાનું સન્માન કરેલ હતુ.