આનંદો… આગામી તા.૧૭મી ફેબ્રુઆરીથી જામનગર અમદાવાદ વચ્ચે હવાઈ ઉડ્ડયન સેવા શરૂ થશે. આ સિવાય અમદાવાદ દીવ વચ્ચે પણ વિમાન સેવા ૨૫મી ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે. બંને સર્વિસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ફલેગ ઓફ’ કરીને શુભારંભ કરાવશે. એર ઓડિશાના હેડ સતિશ પાનીએ જણાવ્યું કે ૧૭મીથી જ અમદાવાદ મુંદ્રા ફલાઈટ પણ શ‚ થશે.
તેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ‘ફલેગ ઓફ’ કરશે. એર ઓડિશાને રીજીયોનલ રૂટ માટે પરમીટ મળી ગઈ છે. જેના અંતર્ગત ઉપરોકત સેવાઓ ચાલુ મહિનાની જુદી જુદી તારીખથી શ‚ થઈ જશે. એર ઓડીશા અત્યારે ૫૦ રીજીયોનલ રૂટ પર ઉડાન ભરે છે. તેઓ ઓડિશા, ગુજરાત, યુ.પી. તમિલનાડુ છતીસગઢ, ઝારખંડ, આંધ્રમાં એર સેવા ચલાવે છે. એર ડેકકન સાથે ભાગીદારી છે.