જિલ્લા કલેકટરે શરતોને આધીન દુકાનો ખુલી રાખવાની પરવાનગી અંગેનો સુધારા હુકમ જાહેર કર્યો
દુકાનદારોને સરકારની ગાઈડલાઈન પ્રમાણે તકેદારીના પગલા લેવાનો ખાસ આદેશ: બેદરકારી બદલ દુકાનદારો સામે પોલીસ કાર્યવાહી પણ થશે
રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન (આઈ.એ.એસ.) દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ ૩૪ તથા ઘી ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવીડ રેગ્યુલેશન, ૨૦૨૦ ની જોગવાઈઓની રૂએ સમગ્ર જિલ્લાના વિસ્તારમાં લોડાઉન દરમિયાન દુકાનદારો, ધંધાદારીઓને શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવા પરવાનગી આપી છે. જે મુજબ રાજ્યના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ મહાનગરપાલિકા મર્યાદા બહારની મલ્ટીબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ દુકાન સિવાય બજાર સંકુલો અને રહેણાંક સંકુલો સહિતની તમામ દુકાનો ૫૦ % કારીગરોની ક્ષમતા સાથે ફરજિયાતપણે માસ્ક અને સામાજિક અંતર સાથે ચાલુ રાખી શકાશે.
મહાનગરપાલિકાની મર્યાદામાં આવશ્યક ચીજવસ્તુઓ, દવા વગેરેના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હોય કે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તે દુકાનો ચાલુ રાખી શકાશે. તે સિવાયની કોઈપણ દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. જિલ્લાની કોઈપણ વ્યક્તિ આવશ્યક કારણોસર જ ઘર બહાર નીકળે અને બહાર નીકળે ત્યારે ચહેરા પર માસ્ક અથવા રક્ષણાત્મક કવરનો ઉપયોગ કરવાનો રહેશે. દારૂનું વેચાણ કરતી પરમિટ શોપ, તમાકુ, પાન-મસાલા, ગુટકા, સિગરેટની દુકાનો, સ્પા, ટી-સ્ટોલ, ફરસાણ અને મીઠાઈની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. જરૂર જણાયે અલાયદા હુકમથી મને ફરવામાં ફરમાવવામાં આવે તેવી કોઈપણ દુકાન ખુલ્લી રાખી શકાશે નહીં. જિલ્લામાં જાહેર કરાયેલા ક્ધટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં તેમજ હવે પછી જાહેર થનાર ક્ધટેન્મેન્ટ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારી કે કઈ કામદાર આવી શકશે નહીં.
દુકાન ચલાવતી વ્યક્તિ ઘરેથી દુકાને અવર-જવર કરે ત્યારે સેલ્સ એન્ડ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે મળેલ લાયસન્સ – પ્રમાણપત્ર અથવા પ્રોફેશનલ ટેક્ષ ભરપાઈ કર્યાની પહોંચીની નકલ, પોતાનો ફોટો આઈડી ફરજિયાત સાથે રાખવાના રહેશે. શાકભાજી અને દૂધ ની રેકડી, છકડો, બાઈક દ્વારા ઘરોમાં અથવા સોસાયટીઓમાં વેચાણ કરતા ફેરિયાઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં તેમજ પાસની જરૂરિયાત રહેશે નહીં. જિલ્લાના આંતરિક વિસ્તારમાં સરકારશ્રીની વખતો-વખતની સૂચના અનુસાર જિલ્લા પ્રશાસન જિલ્લા પ્રસાશન અથવા સક્ષમ અધિકારીની પરવાનગી વગર મોટરકારનો ઉપયોગ કરી શકાશે નહીં. પરવાનગી આપવામાં આવેલ મોટરકારમાં એક ડ્રાઈવર સહિત વધુમાં વધુ બે મુસાફરો જ મુસાફરી કરી શકશે. દુકાનો પર ભીડ એકત્રિત ન થાય તે બાબતની જવાબદારી દુકાનદારની રહેશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે દુકાન ઉપર સેનેટાઈઝર, સાબુ, પાણીની ઉપલબ્ધી સાથે સ્વચ્છતા રાખવાની રહેશે. દુકાનો ચાલુ રાખવાનો સમય, ઇન્સિડન્ટ કમાન્ડન્ટ, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરી શકશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ હુકમનો અમલ તા.૧૭-૫-૨૦૨૦ ની ૨૪:૦૦ કલાક સુધી કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ તથા એપેડેમીક ડિસીઝ એક્ટ-૧૮૯૭ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.