મહાશિવરાત્રી સુધી ભજન-ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ: મુખ્યમંત્રી રૂપાણીનું કરાશે સન્માન
તા.૯ ને શુક્રવારે સવારે ૧૧.૪૫ કલાકથી સંતો મહંતો મહામંડલેશ્ર્વરશ્રીઓના હસ્તે શિવરાત્રી મહોત્સવમાં ધમ ઘ્વજાનું રોપણ કરી મહાશિવરાત્રી મહોત્સવના અન્નક્ષેત્રને સંતો-મહંતોના હસ્તુ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ગુજરાત ભરના દરેક અખાડાના તેમજ ભકત કોટીના સંતો મહંતો ગોપાલનંદજી મહારાજ (પ્રમુખ, અ.ભા.સાધુ સમાજ,બીલખા) મહામંડલેશ્ર્વર ભારતીયજી મહારાજ (શ્રીભારતી આશ્રમ,જુનાગઢ) મહંત મુકતાનંદજી મહારાજ ( સુરેવધામ, ચાંપરડા), પુ.મહંત શેરનાથજીબાપુ (શ્રીગોરખનાથ આશ્રમ, જુનાગઢ) મહંત ઇન્દભારતીજી મહારાજ (શ્રીરુદ્રજાગીર આશ્રમ, ભવનાથ) મહામંડલેશ્ર્વર લલીતકિશોરજીબાપુ (શ્રી મોટામંદીર- લીંબડી) પૂ. સદાનંદ સરસ્વતીજી (શારદામઠ દ્વારકા) , પુ. ગોપાલગીરીબાપુ (જાનીવડલા-ચોટીલા), પુ. બજરંગદાસબાપુ (મહામંડલેશ્ર્વર વેરાવળ) પૂ. મહારાજ વલકુબાપુ શ્રી દાનમહારાજની જગ્યા ચલાલા, પૂ. નિર્મળાબા (શ્રી વિસામણબાપુની જગ્યા, પાળીયાદ) પૂ. કિશોરબાપુ (શ્રી લાખાબાપુ જગ્યા સોનગઢ) પૂ. દિનકરદાસબાપુ (શ્રી આપારતાની જગ્યા, મોલડી) પૂ. શ્રી કરશનદાસબાપુ (પરબધામ) ધર્મભૂષણ મહંત રાજેન્દ્રદાસબાપુ (શ્રી નકલંકધામ, તોરણીયા) (શ્રી શ્યામ મંદીર તુલસીશ્યામ), પૂ. નિરુબાપુ (શ્રી દાનમહારાજની જગ્યા સણોસરા) પૂ. જીણારામબાપુ (શ્રી મોંધીબાની જગ્યા શિહોર), પૂ. જેરામબાપુ (શ્રી આપાગીગાની જગ્યા બગસરા), પૂ. લવજીબાપુ (શ્રી ખોડીયાર મંદીર, નેસડી), પૂ. બંસીદાસજીબાપુ (શ્રી આપાઝાલાની જગ્યા, મેસરીયા), પૂ. સદાનંદજીબાપુ (શ્રી બ્રહામનંદ આશ્રમ, ચાંપરડા) પૂ. હસુબાપુ (શ્રી કાનજીબાપુની જગ્યા, સા.કુંડલા), પૂ. જયંતિબાપુ (શ્રી આપાગીગા જગ્યા, માંડવડા), પૂજય મહંત શ્રી ગોકળબાપુ (શ્રી આપાગીગા જગ્યા જંગર) પૂ. પરશુરામબાપુ (શ્રી આપાગીગા જગ્યા આંકડીયા), પૂ. કાનદાસબાપુ (શ્રી આપાગીગા જગા, કમઢીયા) પૂ. જગદીશબાપુ (શ્રી આપાગીગા જગ્યા, કમઢીયા), પૂ. બાબુદાસબાપુ (શ્રી આપાગીગાની જગ્યા કેરાળા), પૂ. સમજુબાપુ (શ્રી આપાગીગાની જગ્યા, ભલગામ) પૂ. રામદાસબાપુ (શ્રી ખોડીયાર માતાજી મંદીર કમીગઢ) પૂ. ઘનશ્યામબાપુ (શ્રી આપાગીગાની જગ્યા, આંબા) સહીતના સંતો મહંતો હાજર રહી અને આશીવચન આપશે.
તેમજ તા. ૧૩-૨ ને મંગળવાર ને મહાશિવરાત્રિના દિવસે ગુજરાત રાજયના મા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાજે ૬ કલાકે શ્રી આપાગીગાની જગ્યા સતાધાર તેમજ શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત જાહેર અન્નક્ષેત્રમાં ઉ૫સ્થિત રહેશે. જેઓનું સંતો-મહંતો મહામંડલેશ્ર્વરશ્રીઓ તેમજ શ્રી આપાગીગાની જગ્યા તેમજ શ્રી આપાગીગાના ઓટલાના સેવકગણ દ્વારા માન. મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવશે. તેમજ દરેક શ્રઘ્ધાળુઓ દ્વારા સ્વાગત તેમજ સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં દરેક શ્રઘ્ધાળુઓ ને ઉ૫સ્થિત રહેવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે.