ગોંવિદભાઇ ખુંટ અમૃત મહોત્સવ અભિવાદન, ‘જીવન અંજલિ  સાથે’ સ્મરણિકા વિમોચન કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલ સહિતનાની ઉપસ્થિતિ

એ.પી.પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ આયોજિત તા.19ને રવિવાર, સાંજના 4.30 કલાકે રોયલેન્ડ વિદ્યાભવન, એસ્ટ્રોન સોસાયટી, અમીન માર્ગ, રાજકોટ મુકામે નવનિર્મિત ક્ધયા છાત્રાલયનું લોકાર્પણ, ગોવિંદભાઇ ખુંટ અમૃત મહોત્સવ અભિવાદન અને ‘જીવન અંજલિ સાથે’ સ્મરણિકા મહોત્સવનો ત્રિવેણી કાર્યક્રમ યોજાશે.

આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં ‘અબતક’ સાથેની વાતચીતમાં આયોજકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી આર્શીવચન પાઠવશે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અધ્યક્ષ સ્થાને બિરાજશે તથા બાલાજી વેફર્સ રાજકોટના ભીખાભાઇ વિરાણી અને અજય ફાઉન્ડ્રી રાજકોટના દામજીભાઇ પાનસુરીયાના હસ્તે છાત્રાલયનું લોકાર્પણ કરશે.

પટેલ બ્રાસ વર્કસ રાજકોટના રમેશભાઇ પટેલના હસ્તે સ્મરણિકા વિમોચન કરશે. મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ મ્યુ.કમિશનર રાજકોટ બાબુભાઇ ઘોડાસરા ઉપસ્થિત રહેશે.

ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આચાર્યા મીનાક્ષીબેન પટેલ, પ્રમુખ શિવલાલભાઇ વેકરીયા, પ્રિન્સીપાલ પ્રા.એમ.એલ. બાલધાએ જાહેર અનુરોધ કર્યો છે.

અમૃતબેન પોબરભાઇ પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શિવલાલભાઇ વેકરીયા, ઉપપ્રમુખ જગાભાઇ પી.ખુંટ, માનદ મંત્રી ગોવિંદભાઇ પી.ખુંટ, સહ માનદ મંત્રી હરિભાઇ આર.પરસાણા, ખજાનચી હરજીભાઇ બી.ખુંટ, ગોબરભાઇ જે. પરસાણા, ભગવાનજીભાઇ જે. પરસાણા, હિમંતભાઇ એમ.માંગરોલીયા, ચંદુભાઇ પી.વિરાણી , ભીખાભાઇ એન. વેકરીયા, શિવાભાઇ એચ.ગઢીયા, રમેશભાઇ વી.ટીલાળા, કનુભાઇ ટી.અકબરી, છગનભાઇ જી.ગઢીયા, ચુનીભાઇ એમ.વરસાણી વિગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.