ધોરાજીની આદર્શન એજ્યુકેશન સોસાયટી દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે કર્નલ રાજેશસિંહનો ઓનલાઇન માહિતીસભર સેમિનાર સંપન્ન
આદર્શ એજ્યુકેશન સોસાયટી દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે સેના એવોર્ડ અને શૌર્યચક્ર વિજેતા રાજેશ સિંગ કે જેઓ હાલ 8 ગુજરાત બટાલિયન એનસીસી જૂનાગઢના કમાંન્ડીગ ઓફિસર પણ છે, તેમના માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં સૌપ્રથમ સ્વાગત પ્રવચન સંસ્થાના ભાવેશભા ખાનપરાએ કરેલું, ત્યારબાદ ઓલ્ડ એનસીસી એસોસિએશન એમનું એ.એન.એન. ચાલે છે.તેમના સ્થાપક હિરેનભાઇ વ્યાસ તરફથી કારગિલ યુદ્વ પૂર્વ ભૂમિકા બાંધી અને સૌથી વધુ મનનીય માર્ગદર્શન કર્નલ રાજેશ સિંગ તરફથી આપવામાં આવેલ હતું.
તેમજ વિષમ પરિસ્થિતિમાં સૈનિકો યુદ્વ માટે સજ્જ હતા. જેમ કે 16000 ફૂટ સીધુંજ ચડવાનું, રોક ક્લયમીંગ કરવાનું સાથે 35 થી 40 કિલો જેટલું વજન હોય તેમણે પોતાનું પીવાનું પાણી, પોતાનો ખાવાનો ખોરાક જ્યાં સુધી જીવવાનું છે, લડવાનું છે, ત્રણ દિવસ ચાર દિવસ અને એનાથી વધારે પોતાના હથિયારો ગોળી આ બધું લઇને જાવ કારણ કે પાછળથી સપ્લાય નથી આવવાની, એના વચ્ચે ફાયરીંગ ચાલુ હોય, એક કેપ્ટન વિવેક શહીદ થયા પાકિસ્તાને એટલે હદે હરામખોરી કરી કે 20 દિવસ સુધી તેમને મૃત શરીર પણ કોઇ લેવા ન આવી શકે. એક સરસ માહિતી એવી પણ મળી કે સેનામાં જવું હોય તો તેની આકરી ટ્રેનિગથી ડરવું ન જોઇએ.
ત્રણ વસ્તુ જરૂરી છે ઇંગ્લીશ, જનરલ નોલેજ અને કરંટ અફેર આ ત્રણમાં તમે માહેર હો અને તમારી ઇચ્છાશક્તિ, માનસિક શક્તિ હોય તો કોઇપણ તાલીમ પૂરી કરી શકાય છે અને એમની સામે ત્રણ વસ્તુથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવાની પણ સલાહ આપી વોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ, આ બધાને અંતે આભાર વિધીના આદર્શ એજ્યુકેશન સોસાયટીના મિલનભાઇ વાગડીયાએ કરેલી હતી. આ તકે સોસાયટીના ટ્રસ્ટી પરાગભાઇએ બધા જ વિદ્યાર્થીઓને શિક્ષકોને સાથે સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી.