યાદ આ રહા હૈ, તેરા પ્યાર…
મિથુનને ગરીબ નિર્માતાઓનો અમિતાભ કહેવામાં આવતો મિથુનની મુશ્કુરાહટ પર ક્ધયાઓ જાન છિડકતી હતી: પ્રથમફિલ્મ મૃગયા માટે મિથુનને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો
કોઇ શક? આજે બોલીવૂડના ડિસ્કો ડાન્સર અભિનેતા મિથુન ચક્રવર્તીનો ૬૭મો જન્મ દિન છે. મિથુનનો જન્મ તારીખ ૧૬ જુન ૧૯૫૦ના રોજ પશ્ર્ચિમ બંગાળમાં થયો હતો. શું તમે જાણો છો ? એક તબકકે મિથુન નકસલી હતો પરંતુ તેની તકદીર તેને માયાનગરી મુંબઇ ખેંચી લાવી હતી.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મિથુન ચક્રવર્તી બોલીવુડનો એક માત્ર એવો અભિનેતા છે જેને પ્રથમ જ ફિલ્મ મૃગયા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય મિથુનને ૧૯૮૨માં ફિલ્મ ડિસ્કો ડાન્સર માટે પણ સર્વોત્તમ મનોરંજક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મિથુનને અત્યાર સુધી કુલ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. બાકી, મિથુન પ્રાઇવેટ ફિલ્મ એવોર્ડ અને પાર્ટીઓથી દૂર રહે છેે.
મિથુન ચક્રવર્તીએ એક આખી યુવા પેઢી ઉપર પોતાનો કરીશ્મા એટલે કે જાદુ ચલાવ્યો છે. ખાસ કરીને અમિતાભ પછી તેની હેરસ્ટાઇલ ફોલો કરનારો એક અલાયદો વર્ગ હતો. મિથુનનો વર્ણ શ્યામ હતો. પરંતુ તેની મુશ્કુરાહટ પર ક્ધયાઓ જાન છિડકતી હતી.
મિથુન ચક્રવર્તીને ગરીબ નિર્માતાઓનો અમિતાભ કહેવાતો હતો. મિથુન પોતે એવું માનતો (અંધશ્રઘ્ધા) કે જે જે ફિલ્મના મુહુર્તમાં હાજરી આપે તે ફિલ્મ ફલોપ થાય.
કદાચ આ સાચું હશે ? કેમ કે, અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ગંગા જમુના સરસ્વતીના મુહુર્તમાં મિથુને હાજરી આપી અને બચ્ચન, જયાપ્રદા, મિથુન જેવા સુપરસ્ટાર્સ અને મનમોહન દેસાઇ જેવા નિર્દેશક હોવા છતાં ફિલ્મ બેસી ગઇ હતી. બાય ધ વે, મિથુન ચક્રવર્તીને આજે બોલીવૂડ ફ્રેન્ડસ એન્ડ ફેન્સ તરફથી જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે. તેઓ આજે ચરિત્ર અભિનેતા અને ટીવી શોના જજ તરીકે કાર્યરત છે. પત્ની યોગીતા બાલી સાથે સુખથી જીવે છે. ઊટીમાં પોતાની હોટલ બીઝનેશ સંભાળી છે.
મિથુન ચક્રવર્તીને ડિસ્કો ડાન્સર ,પ્યાર ઝૂકતા નહીં અગ્નિપથ જેવી ફિલ્મોએ નામ દામ અપાવ્યા મિથુન ચક્રવર્તીને અબ તક તરફથી જન્મદિનની ઢેર સારી શુભકામનાયે……