ક્યારેક નાની મોટી વ્યધિમાંથી છૂટકારો મેળવવા દાદીમાના નુસ્ખા અપનાવવામાં આવે છે. આ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર એલોપેથી ઉપચાર કરતા વધુ અસરકારક છે.

– જ્યારે કોઇપણ ઇજા થઇ હોય ત્યારે ઘા માંથી લોહી નીકળતુ હોય ત્યારે સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

– ઘા અથવા જખમમાંથી લોહી નીકળતુ હોય તો તેના પર મીઠાના પાણીમાં બોળેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.

– હીંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા જખમમાંથી પડેલા કીડા મરી જાય છે અને જલ્દી રૂઝ આવી જાય છે.

– કીડી અથવા મકોડા કરડી જાય તો ત્યાં લસણનો રસ લગાડવાથી દુ:ખાવો મટે છે.

– જીવજંતુના ડંખ ઉપર તુલસીના પીસેલા પાનના રસમાં મીઠુ મિક્સ ચોપડવાથી દુખાવો ઓછો થાય છે.

– મચ્છર કરડી ગયુ હોય તો ત્યાં ચુનો લગાડવાથી રાહત મળે છે.

– દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા અટાકુ કાપીને ઘસવાથી ફોડલો થતો નથી.

– દાઝેલા ઘા પર મહેંદીના પાનને વાટીને પાણી સાથે પીસીને લગાડવાથી આરામ મળે છે.

– ગરમ પાણી કે વરાળથી દાઝી ગયા હોય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી રાહત મળે છે.

– જો ગરોડી કરડી જાય તો રસીયુ તેલ અને રાખ મેળવીને લગાડવાથી રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.