સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે જારી કરેલા દિશા નિર્દેશો: નવુ સીમકાર્ડ ખરીદવા માટે આધાર ફરજિયાત ગણાશે નહી
હવે, આધાર સિવાયના ઓળખપત્રોને આધારે પણ સીમ કાર્ડ ખરીદી શકાશે. મોબાઇલ કનેકશન માટે આધાર કાર્ડ ફરજીયાત રહેશે નહી તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે. મોબાઇલ નંબરને આધાર સાથે લીંક કરવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ટીકા કરતા સરકારે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા છે. આ નવા દીશા નિર્દેશ મુજબ હવે નવું સિમકાર્ડ ખરીદવા આધાર કાર્ડ ફરજીયાત આપવું પડશે નહીં એટલે કે હવે આધાર સિવાયના અન્ય દસ્તાવેજો રજુ કરી પણ સિમકાર્ડ ખરીદી શકાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આધાર કાર્ડને સરકારી યોજનાઓ સહી બેંક એકાઉન્ટ સાથે જોડવાની ડેડલાઇન વધારી દેવામાં આવી છે. મોબાઇલ નંબરને આધાર સાથે લીંક કરવા માટે સરકાર સતત સુપ્રીમ કોર્ટનો સંદર્ભ આપી રહી હતી. પરંતુ છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટે કયારેય સિમકાર્ડને આધાર સાથે લીંક કરવાના નિર્દેશ આપ્યા જ નથી.
સુપ્રીમે કરેલી ટીકા બાદ કેન્દ્ર સરકારે આધાર મોબાઇલ નંબરના લીંકીગને લઇ નવી ગાઇડલાઇન જારી કરી છે જેમાં જણાવાયું છે કે નવા સીમકાર્ડ ખરીદજા માટે આધાર ફરજીયાત ગણાશે નહીં. આથી હવે ચુંટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે જેવા ઓળખપત્ર થી પાન સિમકાર્ડ મેળવી શકાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com