આજ ના યુગને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. ટેક્નોલોજીના ફાયદા છે, તો સાથે નુકશાન પણ! છેલ્લા થોડા વર્ષો થયા ઈન્ટરનેટ અને સોશ્યિલ મીડિયાનો વપરાશ બહોળા પ્રમાણમાં વધ્યો છે. આ બધાની વચ્ચે હેકરો અને ઓનલાઇન ઠગોની સંખ્યા વધી છે. જેમાં ઠગો દ્વારા રોજ નવા નુસ્ખા અપનાવી લોકોને ઠગવાના પ્રયાશો કરવામાં આવે છે.
એવો જ એક ઓનલાઇન ઠગાઈનો કેસ રાજકોટમાંથી સામે આવ્યો છે. અક્ષર સ્કૂલમાં 11-12 સાયન્સમાં કેમેસ્ટ્રી વિષયના શિક્ષક અજય રાજાણીનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું. એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સ દ્વારા ફેક આઈડી બનાવી અજય ભાઈના ફેસબુક મિત્રોને રૂપિયા માટે મેસેજ કર્યા.
અજયના ફેસબુક એકાઉન્ટમાંથી લખણ લાલના બેંક અકાઉન્ટમાં 7000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. ગૂગલ પે, ફોન પેથી રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. સામે વારા શખ્સને શંકા જતા તેને બેંક અકકાઉન્ટ અને IFC કોર્ડ માંગ્યા. તેના પછી હેકરને લાગ્યું કે તે પકડાય ગયો છે, તેથી તે પછી તેને કોઈ જવાબ ના આપ્યોને ઉડનછું થઈ ગયો.