મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મેચ માણશે
શહેરના જામનગર રોડ પર આવેલ ખઢેરી સ્ટેડીયમ ખાતે આવતીકાલે તા. ૧૭-૧ નામ રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચ ના અનુસંધાને જીલ્લા પોલીસ વડા દ્વારા કોઇ અનઇચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહેતા તથા ટ્રાફીક અડચણ રુપ ન બને તે માટે ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આવતીકાલે ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી વન-ડે મેચ તા. ૧૭-૧ ના રલાક ૧ર થી તા. ૧૮-૧ ના ર વાગ્યા સુધી મેચ રમાનાર છે. ત્યારે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મેચ દરમ્યાન સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ અને જીલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં મેચ અંતર્ગત સવારના ૯ વાગ્યાથી સ્ટેડીયમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તમાં ૪પ૦ પોલીસ કર્મીમાં પર પીઆઇ, ૪ ડીવાયએસપી, સહીત કુલ ૪૫૦ પોલીસ અધિકારીઓ ખડે પગે રહી કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાણવાણી કરશે. પોલીસ દ્વારા સઘન વ્યવસ્થા અંતર્ગત બે ક્ન્ટ્રોલ રુમ અને ત્રણ બીડીડીએસની ટીમો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉપરાંત પ્રેક્ષકો એ વધુ પડતું ઉત્સાહમાં આવી ગ્રાઉન્ડમાં પ્રવેશ નહી કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ અપીલ કરી છે. જયારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વન-ડે મેચ જોવા સાત કલાકે ઉ૫સ્થિત રહેશે.