‘ચિંતા’ જીવતા માણસની કબર છે. જ્યારે આપણે નાની ચિંતાઓને લીધે મુંઝવણ અનુભવીએ છીએ ત્યારે આપણી આસપાસના વાતાવરણનું સમીકરણ બદલાઇ જાય છે. તેથી આપણે ચિંતાઓથી દૂર રહેવું જોઇએ.આજના લોકો ચિંતાઓ ખુબ જ કરે છે. નાની-નાની બાબતોની ચિંતા કરવાથી તે બાબતને મોટી કરે છે. સતત ચિંતા મનોવિકાર જન્મ આપે છે.

હંમેશા એ વાતનો વિચાર કરવો કે, તમે જે વિચારી અથવા કરી રહ્યા છો તેનાથી તમને શું ફાયદો થાય છે ? જો કોઈ સંતોષકારક જવાબના મળે તો તે કાર્ય ઉભું રાખી દેવું જોયે. તેના કારણે તમારી મોટા ભાગની ચિંતા ઓછી થઈ જશે. દરેકની ચિંતાઓના પ્રકાર અલગ અલગ હોય છે. જેમ કે ગૃહિણી તેના ઘરની ચિંતા ન કરે તો બધું અસ્તવ્યસ્ત થઇ જાય. તે જ રીતે નોકરી કરતો કર્મચારી ઓફીસે સમયસર જવાની ચિંતા ન કરે તો તે નોકરી માંથી હાથ ગુમાવી દે.

અમુક પ્રકારની ચિંતાઓ જીવનનો એક ભાગ છે. વધુ પડતી બિનજરૂરી ચિંતાઓ કરવાથી શારિરીક-માનસિક નુકશાન થાય છે. વધુ પડતી ચિંતાના કારણે વાળ જલ્દી સફેદ થઇ જાય છે. તેમજ આંખો નીચે કાળા કુંડાળા થવા,ચહેરા પર કરચલીઓ પડી જવી તે વધુ પડતી ચિંતાનું પરિણામ છે. સતત ચિંતા કરવાથી અનિદ્રા,માથાના દુ:ખાવા અને ગભરામણ જેવી તકલીફો ઉભી થાય છે.

‘ચિંતા’થી બચવાના ઉપાયો

ચિંતાથી માણસે ગભરાવવું જોઇએ નહી, પરંતુ તેનો સામનો કરવો જોઇએ. પોતાના વિચારોની દિશા બદલવી જોઇએ. સતત કામમાં વ્યસ્ત રહેવું જોઇએ,જેનાથી ફાલતુ વિચારો આવે નહી. પોતાની આસપાસના લોકો સાથે સંબંધ વધારવા જોઇએ. પ્રકૃતિનો આનંદ ઉઠાવવો જોઇએ તેમજ હંમેશા ખુશ રહેવું જોઇએ. તેના લીધે મન પ્રફુલ્લીત રહશે.

તમે હંમેશા એ વાતનો વિચાર કરવો કે, તમે જે વિચારી રહ્યા છો તેનાથી તમને શું ફાયદો થાય છે ? જો બિનજરૂરી હોય તો તેને તમે ભુલી જાઓ. હંમેશા નવરાશ મળે ત્યારે તમારી માનસિક કાર્ય ક્ષમતા વધારવનો પ્રયત્ન કરો. નવરાશના સમયમાં માનસિક શાંતિ મેળવાનો પ્રયત્ન કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.