વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મ ઉદ્યોગના સૌથી રોમેન્ટિક અને હિટ કપલ કહેવાય છે. આ બંને વિડિઓ અને ફોટોઝ દ્વારા એકબીજા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરતા રહે છે અને કેટલીકવાર તેઓ કંઈપણ બોલતા વગર તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. ફરી એક વાર, અનુષ્કાએ વિરાટના કપડા પહેરીને પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં ઉમેરો કર્યો છે.
વાસ્તવમાં તાજેતરમાં અનુષ્કા એરપોર્ટ ખાતે CARREના ટેન્ક ટોપમાં જોવા મળી હતી. હવે એવું સ્પષ્ટ નથી કહી શકાતું કે આ વિરાટના ટેંક ટોપ છે કે નહીં. ટ્વિનિંગ શૈલીને ધ્યાનમાં રાખીને, તે બંને એક જ જેવા કપડાઓની શોપિંગ કરે છે.
અનુષ્કા પહેલા, વિરાટ પણ ૨૦૧૬માં આવા જ ટેન્ક એક યાટ પર દેખાયો હતો.
એવું લાગે છે કે આ વિરાટના કપડામાં તે કમ્ફોટેબલ અને કૂલ લાગતી હતી. આ આઉફિટ વિરાટને ખુબ ગમતું લાગે છે કારણ કે તે માત્ર આઉટિંગ્સ પર જ નહીં પરંતુ તેના જિમ વિડિઓઝમાં પણ વિરાટ આ કપડામાં જોવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com