- લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષ કારક જવાબ મળે તેવો પ્રયાસ કરીશું. લોકોને સલામતીનો અહેસાસ થશે, ઘણી ચેલેન્જ હશે
Surat News : પોલીસની કામગીરી જનતાની સેવા અને રક્ષા કરવાની છે. કોઈ પણ અપેક્ષા વગર નિ:સ્વાર્થ સેવાભાવના એ જ એક ધ્યેય સાથે પોલીસ તેની ફરજ બજાવે છે, ત્યારે એક પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતની કામગીરી સરણીય છે. જ્યાં પણ તેનું પોસ્ટિંગ થયું છે એ શહેરના વિકાસ અને સુરક્ષા બાબતે તમામ તકેદારી રાખી છે. આજે 15 એપ્રિલે અનુપમસિંહ ગેહલોતે સુરતના નવા પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સાંભળ્યો છે. અને ચાર્જ સંભાળ્યા બાદ CPએ નિવેદનમાં સુરતના વિકાસ અને ચૂંટણી માટે તમામ સુરસ્ખા અને સલામતીની ખત્રિ આપી છે.
ચાર્જ સંભાળ્યા બાદ CPનું નિવેદન
લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષ કારક જવાબ મળે તેવો પ્રયાસ કરીશું. લોકોને સલામતીનો અહેસાસ થશે, ઘણી ચેલેન્જ હશે પણ અમે ટિમ વર્ક તરીકે કામ કરીશું. સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યા હલ કરીશું.
સુરતમાં દરેક પ્રાંતના લોકો રહે છે
ગુન્હાઓ અલગ અને ગુન્હગારોની અલગ પદ્ધતિ છે. ત્યારે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેન થયેલી છે અમે તે દિશામાં કામગીરી કરીશું. ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિશ્ચનિય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું. સુરત વિશ્વનું ફાસ્ટેટ ગ્રોઇંગ સીટી છે. સમગ્ર દેશમાંથી લોકો અહીંયા આવ્યા છે.