પોતાના દમ પર સફળતા હાંસલ કરી
અભિનેતા અનુપમ ખેરને કોઈ પરિચયની જરૂર નથી અને પોતાના દમ પર તેણે બોલીવુડમાં એવી સફળતા હાંસલ કરી છે જે દરેક માટે સપના સમાન છે. તમને જણાવી દઈએ કે અનુપમ ખેરે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે અને ચાર દાયકાથી વધુ સમયથી ઈન્ડસ્ટ્રીમાં સતત સક્રિય છે, બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે 500 થી વધુ ફિલ્મો કરી છે પરંતુ તેમનો સંઘર્ષ ઘણો રહ્યો છે.પરંતુ અહીં સુધી પહોંચવું તેમના માટે આસાન નહોતું. અનુપમે અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. જેમ તમે જાણો છો, અનુપમ બોલિવૂડમાં વર્ષોથી કામ કરી રહ્યા છે અને આજે તેમનો જન્મદિવસ છે, તો ચાલો જાણીએ તેમના વિશે કેટલીકMahesh Bhatt ખાસ વાતો.
કરિયરની શરૂઆત સારાંશથી કરી હતી
અનુપમ ખેરનો જન્મ 7 માર્ચ 1955ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો અને આજે તેઓ 68 વર્ષના છે. અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે. તેમના પિતા પુષ્કર નાથ ખેર હતા, જેઓ હિમાચલ પ્રદેશમાં વન વિભાગમાં કારકુન હતા અને તેમની માતા દુલારી ખેર ગૃહિણી હતી. અનુપમ ખેરે પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું પરંતુ થિયેટર માટે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તમને જણાવી દઈએ કે મહેશે પોતાના કરિયરની શરૂઆત 1984માં મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ સારાંશ કરી હતી.
તેમના વિશે કેટલીક ખાસ વાતો
એક ઈન્ટરવ્યુમાં અનુપમે કહ્યું હતું કે શરૂઆતના દિવસોમાં તેઓ રેલવે સ્ટેશન પર સૂતા હતા. જો કે, અનુપમે ક્યારેય આ વાત તેના માતા-પિતાને કહી ન હતી કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેઓ દુઃખી થાય. ઘણા સંઘર્ષ પછી અનુપમ ખેરને ‘સારાંશ’ ફિલ્મ મળી. આ ફિલ્મમાં અનુપમે એક વૃદ્ધ પિતાની ભૂમિકા ભજવી હતી, જોકે તે સમયે તે 28 વર્ષનો હતો. જો કે અનુપમે ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ સાથે જોડાયેલી એક ઘટના પણ જણાવી હતી. અનુપમે કહ્યું હતું કે જ્યારે તેણે આની તૈયારી શરૂ કરી હતી ત્યારે અચાનક મહેશ ભટ્ટે તેને આ ફિલ્મમાંથી હટાવીને સંજીવ કુમારને કાસ્ટ કરી લીધો, જેના કારણે અનુપમને ખૂબ જ ખરાબ લાગ્યું અને તે મુંબઈ છોડીને પરત ફરવાની તૈયારી કરી રહ્યો હતો.
મહેશ ભટ્ટને આપ્યો શ્રાપ
અનુપમને આ વાતનું એટલું ખરાબ લાગ્યું કે મુંબઈ છોડતા પહેલા તે મહેશ ભટ્ટના ઘરે જઈને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. અનુપમ ખેરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે મહેશ ભટ્ટને કહ્યું હતું કે તમે સત્ય પર ફિલ્મ બનાવી રહ્યા છો, પરંતુ તમારા જીવનમાં કોઈ સત્ય નથી. હું બ્રાહ્મણ છું, હું તને શ્રાપ આપું છું.
‘સારાંશ’ થી કરીયરની શરૂઆત
આ સાંભળીને મહેશ ભટ્ટ ચોંકી ગયા અને અનુપમને રોક્યા. આ પછી સારાંશ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને ફિલ્મ હિટ રહી.’સારાંશ’ પછી અનુપમ ‘કર્મ’, ‘તેઝાબ’, ‘રામ લખન’, ‘દિલ’, ‘સૌદાગર’ અને ‘હમ આપકે હૈ કૌન’ જેવી અલગ-અલગ ફિલ્મોમાં જોવા મળ્યા. અલગ-અલગ રોલમાં જોવા મળ્યા. અનુપમે ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનુપમે પોતાના કરિયરમાં અત્યાર સુધી 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અનુપમે કહ્યું હતું કે તે 25 વર્ષ વધુ કામ કરવા માંગે છે, એક એક્ટર તરીકે હજુ ઘણું કરવાનું બાકી છે.