મીટીંગમાં જીલ્લા ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન અનુ. જાતિના સરપંચો, આગેવાનો ઉ૫સ્થિત રહેશે
રાજકોટ જીલ્લાનાં જમીન વિહાણા અનુ. જાતિ (દલીત) સમાજનાં લોકો માટે ખેતી લાયક જમીન તેમજ રહેણાંક માટે પ્લોટ મળી રહે તેવા હેતુથી યુવા ભીમસેના દ્વારા રાજકોટ ખાતે કાલે બપોરે ૨.૩૦ કલાકે ડો. આંબેડકર ભવન દાસીજીવણપરા, ગૌતમનગર નાનામવા મેઇન રોડ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ જીલ્લાના ન્યાય સમિતિના ચેરમેન તેમજ તાલુકા ન્યાય સમિતિના ચેરમેન તેમજ અનુ. જાતિના સરપંચો વિગેરે આગેવાનો હાજર રહેવાના હોય, સમગ્ર રાજકોટ જીલ્લામાં તાલુકામાં વસતા અનુ. જાતિના ખેતી તેમજ રહેણાંકની જમીન વિહોણા લોકો તથા પોતાના જમીન માંગણીને લગતા પ્રશ્નો સાથે ઉ૫સ્થિત રહેવા યુવા ભીમસેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ ડી. ડી. સોલંકી સહીતના આગેવાનોએ અબતકની મુલાકાત લીધી હતી.