ભારતીય વેપારી મેહુલ ચોકસીને નાગરિકતા અપાતા વિવાદ થયો
રાજનૈતિક કોન્ટ્રાવર્સીમાં ધેરાયેલા ભારતીય વેપારી મેહુલ ચોકસીને એન્ટીગ્વા બારબુડાની નાગરિકતા મળી ચુકી છે. ૨૦૧૪માં ર૮ ભારતીયોએ એન્ટીગ્વન નાગરીકતા માટે અરજી કરી હતી તો આજે ક્રિકેટ વિવ રીચાર્ડ અને એન્ડી રોબર્ટ સુધીના ક્રિકેટરો માટે એન્ટીગ્વા ઘર બની ચુકયું છે. સરકારના સુત્રોથી જાણવા મળ્યું કે ર૮ ભારતીયો કોન છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જેવી રીતે કાળાનાણા માટે સ્વીસ બેંકો જવાબદાર છે તેમ એન્ટીગ્વા કૌંભાડીઓનું સ્વર્ગ બની રહ્યું છે.
૨૮ માંથી ૭ ને તો ૧લી જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં રાષ્ટ્રીયતા પણ મળી ચુકી છે. એન્ટીગ્વાના ફાયનાન્સ અને કોર્પોરેટીવ મીનીસ્ટરની તીજોરીઓ છલકાય પડી છે. તો એન્ટીગ્વા સરકાર ખાનગી ભાગીદારી પણ સ્વીકારે છે. જેની કોઇપણ સુચના જાહેર કરવામાં આવતી નથી જો કોઇ નેશનલ ડેવલોપમેન્ટ ફંડમાં રોકાણ કરે તો તેને સરકાર ડયુલ નાગરીકતા આપે છે પ્રિ અપ્રુવ વેપારમાં સરકાર રિયલ એસ્ટેટ અને રોકાણમાંથી આવક મેળવે છે
એન્ટીગ્વા અને બારબુડાની સરકારી વેબસાઇટના ડેટા મુજબ આ પ્રોગ્રામની અમલવારી નાગરીકતા માટે ૧,૧૨૧ લોકોએ અરજી કરી હતી જેમાંથી ૨.૫ ટકા ભારતીઓ રહ્યા હતા આ લીસ્ટમાં ૪૭૮ ચીની અરજદારો પણ હતા. એન્ટીગ્યુઅ પાસપોર્ટ ૧૩૨ દેશોને વિઝા ફ્રિ પરવાનગી આપે છે. અને અન્ય નિયમોથી છુટ આપે છે. ૨૦૧૭ માં ચોકસીને નાગરીકતા મળી હતી. જો કે રિપોર્ટમાં એન્ટીગ્યુઅનશીપ મેળવનારા અન્ય ભારતીઓની વિગત દર્શાવવામાં આવી નથી. જો કે આટલી છુટનું કારણ અંતરાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીઓ છે.
ત્યારે એન્ટીગ્વાના વડાપ્રધાન બ્રાઉનીના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને એન્ટીગ્વા વચ્ચે કોઇ સ્માર્ટ ફાઇટ નથી એન્ટીગ્વા તેના નિયમો અને કાયદાઓને ઘ્યાનમાં લઇને જ દરેક ફેરફારો કરે છે. કેબીનેટ મીટીંગમાં ચોકસીના વિવાદ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.