મુસાફરોની ભીડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે, કોરોનાનુ જોખમ ન વધે તે માટે રાજકોટ વિભાગીય એસટી દ્વારા મુસાફરોના પ્રવાસ દરમિયાન સઘન પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફ દ્વારા સંક્રમણ ન થાય તે માટે રાજકોટ એસ ટી કચેરીના સો ટકા સ્ટાફનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. રાજકોટ એસ.ટી વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જયારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી એસટી સંચાલન બાબતે સરકારની સેનેટાઇઝડ, સોશિયલ ડિસ્ટન્સીન્ગ, માસ્ક ફરજિયા , થર્મલ ગનથી સ્ક્રીનીંગ સહિતની તમામ માર્ગદર્શિકાનું પાલન કરી જરૂરી ટીમો બનાવીને એસ.ટી.ડેપોમાં ટ્રીપોની કામગીરી કરવામાં આવેલ છે. લોકડાઉન દરમિયાન બહારના મજૂરોને વતન પહોંચાડવા ૫૦૦ ટ્રીપનુ સંચાલન કરવામાં આવ્યું હતું . રેલ્વે સ્ટેશન સુધી શ્રમિકોને પહોંચાડવા ૧૧૦૦ ટ્રીપનુ સંચાલન કરવામાં આવેલ છે. વધુમાં મુસાફરોને ફરજિયાત માસ્ક પહેરવાનું, પ્રવેશ દરમિયાન ડેપોમાં થર્મલ ગનથી સ્કીનીગ, અને સેનેટાઈઝ કરવામાં આવે છે. મુસાફરોમાં જાગૃતિ આવે તે માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવે છે .અંદાજે ૭૦થી વધુ પોઇન્ટ પર કર્મચારીની રાઉન્ડ ધ કલોક ફરજો સોપી થર્મલગનથી ચડતા ઉતરતા મુસાફરોની ચકાસણી કરવામાં આવે છે.
Trending
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની તક..!
- ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો
- બાળકોમાં પુસ્તકો વાંચવાની આદત માત્ર કારકિર્દી જ નહીં સ્વાસ્થ્યને પણ સુધારે
- Motorola Edge 60 ફ્યુઝન ભારતીય માર્કેટ હચમચાવા તૈયાર…
- ચોટીલા અને થાનના વિસ્ફોટક પદાર્થના ચાર ગોડાઉન સીલ
- ન હોય…અમેરિકા કરતા ભારતમાં ડ્રાઇવિંગ કરવું સલામત
- UPI નિયમોમાં ફેરફાર..!
- “વકફ” બીલ લોકસભામાં રજૂ: વિપક્ષની ધમાલ