- આરોપીએ 1980માં મૃત્યુ પામેલી મહિલાની જમીન પર ખોટા દસ્તાવેજોને આધારે 1986માં કબ્જો કર્યો હતો.
અમદાવાદની સેશન્સ કોર્ટે બુધવારે પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલને લગભગ ચાર દાયકા પહેલા કથિત રીતે બનાવટી દસ્તાવેજો દ્વારા મકરબામાં જમીન પાર્સલ ખરીદવા બદલ દાખલ કરાયેલા નવા ફોજદારી કેસના સંબંધમાં બુધવારે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.
વર્ષ 2024માં CID ક્રાઈમ પોલીસ મથક ગાંધીનગર ખાતે પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિતના આરોપીઓ સામે એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેની વડીલોપાર્જિત જમીન 1986માં તેની દાદી સાથે સંકળાયેલા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આરોપી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખરીદવામાં આવી હતી, જ્યારે હકીકતમાં, 1980માં તેની દાદીનું અવસાન થયું હતું.
ત્યારે આરોપી જામીન માટે અરજી કરતા સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે પટેલની અરજીનો વિરોધ કર્યો હતો, તેમની સામે નોંધાયેલા આઠ ફોજદારી કેસનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમની પુત્રવધૂએ તેમના પર અને અન્યને હત્યાના પ્રયાસનો આરોપ મૂક્યો હતો. આ સાથે જ એડિશનલ સેશન્સ જજ જે.આઈ. પટેલે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.