શુંં દુધને સંપૂર્ણ આહાર કહી શકાય?

એક સમયે સંપૂર્ણ આહાર ગણાતુ અને રોગ પ્રતિકારક શકિત વધારતું દૂધ હવે સ્વાસ્થ્ય માટે જોખમી

એક ગ્લાસ દૂધ પીવાથી દરેક પ્રકારના પ્રોટીન વીટામીન આપતા શરીરને મળી રહે છે. પરંતુ હવે દૂધ પીવું પણ હાનિકારક હોય તેવું લાગી રહ્યું છે. રોજ સવારે કે રાત્રે મોટા નાના દરેકને આપણે એક ગ્લાસ દૂધ પીવાની ફરજ પાડીએ છીએ પરંતુ આપણે અજાણતા જ તેઓને દૂધને બદલે એન્ટીબાયોટીકસ આપી દઇએ છીએ.

તાજેતરમાં ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ એન્ડ ડેવલમેન્ટના ગુજરાત ફોરેન્સીક યુનિવર્સિટીએ એક સર્વે કર્યો હતો. અને ૩૦૦ જેટલા કાચા દૂધના સેમ્પલ લીધા હતા આન કાચા દૂધના સેમ્પલ ગાય, ભેંસ અને અન્ય દૂધાળા પશુઓના સર્વે કરાયા અને તેમાંથી ર૦ ટકા જેટલા સેેમ્પલમાં એન્ટીબાયોટીકસ હોવાનું તારણ મળ્યું.

આ અંગે વધુ જણાવતા પેથોલોજીસ્ટ ડો. ભાવીની શાહેએ કહ્યું, આપણે લાંબા સમયથી એન્ટીબાયોટિકસ વાળો ખોરાક લઇએ છીએ ત્યારબાદ જયારે આપણા શરીરને ખરેખર અમુક માત્રામાં એન્ટીબાયોટિકસની જરુરત હોય ત્યારે તે કામ કરતું નથી કેમ કે આપણું શરીર તેનાથી ટેવાઇ ગયું હોય છે અને તેને કારણે ગંભીર બિમારીઓ થવાની પણ સંભાવના ઉભી થાય છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે માત્ર છુટક દૂધ કે કાચા દૂધમાં જ એન્ટીબાયોટીકસ હોય છે. તે જરૂરી નથી પેકેજ વાળા દૂધમાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે જો કે આ અંગે વધુ અભ્યાસની જરુર છે.

વધુમાં સંશોધનકર્તાઓએ જણાવ્યું કે દૂધમાં એન્ટબાયોટીકસ ચોકકસપણે થોડા જોખમો ઉભા કરે છે પણ જયારે આ પ્રકારના દૂધનો ઉપયોગ દહીં બનાવવા  માટે થાય છે. ત્યારે એન્ટીબાયોટીકસ સારા બેકટેરીયાને પણ મારે છે જેના પરિણામે અનિચ્છાએ પણ આપણું શરીર રોગનું ધર બની જાય છે.

ઉલ્લેખનીય છે કે મોટી ખાનગી ડેરીઓ અને સહકારી ડેરીઓમાં એન્ટીબાયોટિકસ પરીક્ષણ થાય છે પરંતુ નાની ડેરીઓ માટે તે વધુ મુશ્કેલ બની જાય છે. જેને કારણે એન્ટીબાયોટિકસવાળુ દૂધ આપણા ઘરમાં પ્રવેશ કરી જાય છે. જે એન્ટિબાયોકિટસ દુ:ખાવો કે તાવ જેવા દર્દીમાં આપણા શરીરને રાહત આપે છે તે જ એન્ટીબાયોટિકસનું ર૦ ટકા જેટલું દૂધમાં ભળવાથી નુકશાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.