અસામાજિક તત્વોને હવે ખાખીનો ખોફ જ રહ્યો નથી તેવી રીતે તેઓ બેફામ બની રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં આવારા તત્વો બેફામ બનીને ડી જે ઓપરેટરને ઢોર માર મારી રહ્યા હતા ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી અને ડી.જે ઓપરેટરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અરવલ્લી જીલ્લાના મેઘરજના રામગઢી ચોકડી પરની છે જ્યાં અસામાજિક તત્વોનો  આતંક સામે આવ્યો છે. ડી.જે. ઓપરેટરથી બાઇક ચાલક વચ્ચે થયેલા અકસ્માતની અદાવત રાખી ડી.જે ઓપરેટર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 15 થી 20 લોકો યુવકને ઢોર માર મારી રહ્યા હતા.

આવારા તત્વો દ્વારા ડીજે ઓપરેટરને ઢોર માર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત ડી જે માલિકને સારવાર અર્થે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં અઆવ્યો હતો.

સુરતમાં પણ અસામાજિક તત્વોએ યુવકને છરીના ઘા ઝીંકયા

સુરતમાં ૧૨ એપ્રિલના રોજ સાડીના કારખાનામાં કામ કરતો સની ચૌહાણ નામનો યુવક રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ સચિન હોજીવલા પાસેથી સુડા સેક્ટર ખાતેથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં ત્રણ યુવકોએ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી. યુવકે પ્રતિકાર કરતા તેના પર પેટના ભાગે છરીના ઘા ઝીંકી હુમલો કરી લુંટારૂઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.