આહિર સમાજમાં ભળવા માટે અમુક અસામાજીક તત્વો દ્વારા ડોકયુમેન્ટસમાં છેડછાડ કરી કાયદાનું ઉલંઘન કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ સાથે ગુજરાત આહિર સમાજ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન અપાયું છે.
જયંતિભાઈ ગળચર મુખ્ય સુત્રધાર હોવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર તંત્રને ગુજરાત આહીર સમાજનું આવેદન
આવેદનમાં જણાવાયું હતુ કે, તાજેતરમાં તા: 1/01/2024 ના રોજ રાજકોટ કલેકટર મારફત ’મજોકાઠા આહીર સમાજ નામના લેટર પેડ ના માધ્યમથી એવી રજૂઆત કરવામાં આવેલ છે કે અમે મૂળ આહીર જ્ઞાતિના છીએ, રાજાશાહી વખતથી અમોના સમાજને આહીર સમાજ જોડે દીકરા-દીકરી લેતી દેતીના સબંધો રહેલા છે, તેમજ સ્વર્ગીય પેથલજીભાઈ ચાવડાની આગેવાની હેઠળ 1990ના વર્ષમાં અમોને મુખ્ય પ્રવાહમાં લાવવા ઠરાવ થયેલ છે વગેરે.
આમ તા:-01/01/2024 ના આ આવેદનના કારણે આહીર સમાજ ગુજરાત જ નહિ પણ સમગ્ર ભારતના આહીર સમાજની લાગણી દુભાઈ છે અને આજરોજ આ આવેદનપત્ર આપીને અમે જણાવવા માગીએ છે કે આહીર સમાજ અને તારીખ:-01/01/2024 ના આવેદન આપનાર અમુક આહિરા હજામ,હજામ અથવા વાળંદ સમાજ સાથે અમારા આહીર સમાજને કોઈપણ પ્રકારના રોટી બેટીના વ્યવહાર નથી.
વધુમાં તારીખ:-01/01/2024 ના તેઓના આવેદનમાં કરાયેલ મોગલ બાદશાહ કાળ બાબતના ઉલ્લેખ સાથે આહીર સમાજને કોઇ સબંધ નથી.તે તમામ વાત ઉપજાવી કાઢેલ હોઈ તે સ્વીકારી ન શકાય.
તેમજ તા:-01/01/2024 ના આવેદનમાં તેઓ દ્વારા અમારા આહીર સમાજનાં અગ્રણી સ્વર્ગીય પેથલજીભાઈ ચાવડા બાબતે ખોટો ઉલ્લેખ કરેલ છે..કે “1990 ના વર્ષમાં પેથલજી બાપાની આગેવાનીમાં આહિરા હજામ જ્ઞાતિને મુખ્ય પ્રવાહમાં લાવવા ઠરાવ થયેલ છે”,હકીકતમાં 1990ના વર્ષમાં આ પ્રમાણે કોઇપણ પ્રકારનો ઠરાવ થયેલ નથી અને તે બાબતે પેથલજી બાપાના દીકરા અને વર્તમાનમાં ગુજરાત આહીર(યાદવ) સમાજ ના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ લેટર પેડના માધ્યમથી અનેકવાર સ્પષ્ટતા કરી છે અને ફરીથી તારીખ:04/01/2024ના આહીર સમાજ જોગ લેટર જાહેર કરેલ છે જેમાં એ બાબતની ફરીથી સ્પષ્ટતા કરીને તારીખ:-01/01/2024 ના હજામ જ્ઞાતિના અમુક લોકો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રને વખોડી કાઢેલ છે .
આ તમામ ષડયંત્રના મૂળમાં મુખ્ય સૂત્રધાર જયંતિભાઈ હરસુરભાઈ ગળચર (અટક ફેરવીને આહીર કરેલ છે) રહે અમદાવાદ હોઈ માટે તાત્કાલિક ધોરણે તેમના ઉપર ખોટા પુરાવા ઊભા કરી જ્ઞાતિ ફેરવવા,અન્ય સમાજના લોકોને આહીર બનવા માટે ઉશ્કેરીને તેમના પણ ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરવા,પોતે હિન્દુ વાળંદ હોઈ છતાં સંતાનોના પ્રમાણપત્રો હિન્દુ આહીર તરીકે બનાવેલ હોઇ તેમજ આ પ્રકારે અનેક કાયદાની વિરુદ્ધમાં જઈને ફ્રોડ કરેલ હોઈ માટે તાત્કાલિક ધોરણે કાયદાને ધ્યાનમાં લઈને નિયમોનુસાર ધરપક્ડ કરી તેમના વોટસએપ ગૃપની ચકાસણી તેમજ તેમના દ્વારા અત્યાર સુધી કેટલા લોકોના આ રીતે ખોટા પ્રમાણપત્રો બનાવી આપેલ છે તે અંગેની સઘન પૂછતાછ કરવામાં આવે એવી ઉગ્રમાગણી છે.
આવનારા સમયમાં આ બાબતે કોઈ હકારાત્મક પગલાં નહિ લેવામાં આવે તો સમગ્ર ભારતના આહિર સમાજ દ્વારા કાયદાના રક્ષણ માટે તેમજ ખોટા પુરાવા ઉભા કરી ઘૂષણખોરી કરનાર તેમજ અન્યલોકોને આહિર સમાજમાંઘૂસાડનાર જયંતિભાઈ હરસુરભાઈ સામે કડક પગલા લેવા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.