- પરષોત્તમ રૂપાલાને માફ કરવાનો પ્રશ્ર્ન થતો જ નથી: તેને માફી મળશે નહીં
ચુંટણી પ્રચાર દરમિયાન રજવાડા અંગે કરાયેલા પરસોતમભાઇ રૂપાલાના નિવેદન બાદ ઉભા થયેલા વિવાદ વચ્ચે યોજાયેલી ચુંટણી બાદ પરસોતમભાઇ રૂપાલાએ ફરીથી માફી માંગતા ક્ષત્રીય સમાજના આગેવાનો દ્વારા પ્રતિક્રિયા આપી હતી.
ક્ષત્રીય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (ટીંકુભા) અને ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે, આ 45 દિવસનું આંદોલન શિસ્તબઘ્ધ અને શાંતિપૂર્ણ જ કરવામાં આવ્યું હતું. મતદાન પણ શાંતિપૂર્ણ કરવામાં આવ્યું છે. અમે પરસોતમ રૂપાલાએ જે માફી માંગી છે તે અત્યાર સુધી રાજકીય પ્લેટફોર્મ પર જ માફી માંગી છે. ક્ષત્રીય સમાજના સામાજીક પ્લેટફોર્મ પર માફી માંગી નથી. તેમને માફી કયારે આપવી એ સંકલન સમીતી દ્વારા નકકી કરવામાં આવશે. આગળની રણનીતી અમે પછી જાહેર કરીશું. ક્ષત્રીય સમાજ દ્વારા એની હરએક વસ્તુને સ્વીકારશે પણ બહેનોની અસ્મિતાના વિષય માટે માફી નથી.
પરસોત્તમ રૂપાલાને રાજનીતી રમવી છે. એટલે તે કહે છે કે સંકલન સમીતીના વ્યકિતઓ સારા છે. આ જે બોલ્યા છે તે પણ એક તેમની રાજનીતીનો ભાગ છે.
આજ સુધી ક્ષત્રીય સમાજ સંયમથી જ ચાલી રહ્યો છે. રૂપાલા અને તેમના અંગત અને પરિવાર દ્વારા ઉશ્કેરવાના ઘણા પ્રયત્નો કર્યા છે અમારી પાસે સબુત પણ છે સંકલન સમીતિ સમાજના હિતમાં જ વાત કરે છે તેમના દ્વારા જે કહ્યું છે કે તે ક્ષત્રીય સમાજ સાથે વાત કરશે.
આના પહેલા પણ તે રાજકિય આગેવાનો દ્વારા વાત કરવામાં આવી હતી. તેથી રૂપાલાભાઇ સાથે કોઇ વાત કરવામાં આવતી નથી.
ક્ષત્રીય સમાજની અસ્મિતાનો પ્રશ્ર્ન છે તેથી હવે આ આંદોલનને કંઇ રીતે આગળ વધારવું એ સંકલન સમિતિ નકિક કરશે અને સર્વે સમાજનો આભાર જેને ધર્મરથમાં સાથ આપ્યો છે. એ બધી અમે નોંધ લીધી છે. માફી માંગી છે. પણ અમારી ક્ષત્રીય સમાજની શું માંગ હતી. અને એ માંગને રાજકીય બનાવવાનો શું અર્થ હતો. અને આગળ પણ આંદોલન થશે તો શાંતિપૂર્ણ સ્થિતબઘ્ધ થશે. આ આંદોલનન. અલ્પવિરામ આપવામાં આવ્યું છે. પૂર્ણ વિરામ સમજવાની ભુલ કરવી નહી.