સ્થાનિક કંપનીઓને બચાવવા માટે એન્ટી ડમ્પીંગ ડ્યુટીનો ઉપયોગ ભાવને ઉપર લઈ ગયો!
ઘરેલુ ઉદ્યોગને બચાવવા માટે ભારત સરકાર વિદેશથી આયાત થતા સ્ટીલ ઉપર વર્ષ ૨૦૧૫થી એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાખી રહી છે. જેના પરિણામે સ્ટીલના ભાવ સતત વધી રહ્યા છે. દરમિયાન સરકારે ફરીથી એન્ટી ડમ્પીંગ ડ્યુટીનો સમય વધાર્યો છે.
ચીન, કોરિયા, યુરોપિયન યુનિયન, સાઉથ આફ્રિકા તાઇવાન અને થાઈલેન્ડ સહિતના દેશોમાંથી આયાત થતી સ્ટેનલેસ સ્ટીલની ૬૦૦-૧૨૫૦ એમએમ તેમજ ૧૨૫૦ એમએમથી ઉપરની કોલ્ડ રોલેડ, નોન બોનફાઇડની આવક ઉપર એન્ટી ડમ્પીંગ ડ્યુટી વધુ સમય સુધી રહેશે. જેના કારણે સ્ટીલના ભાવ વધ્યા છે. કોલ્ડ રોલેડ સ્ટેનલેસ સ્ટીલ ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાખવાનો નિર્ણય સ્થાનિક કક્ષાએ વધાવી લેવાયો છે. ભારતે અગાઉ પણ ચીન, સાઉથ કોરિયા, યુરોપિયન યુનિયન, સાઉથ આફ્રિકા, તાઇવાન, થાઇલેન્ડ અને અમેરિકાથી આયાત થતી સ્ટેનલેસ સ્ટીલની પ્રોડક્ટ ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાખી હતી. હવે સ્થાનિક ઉદ્યોગો માટે લેવાયેલા આ નિર્ણયને વિશ્વ વેપાર સંગઠનમાં પડકારવામાં આવે તેવી શક્યતા પણ છે.
નોંધનીય છે કે, ભારતમાં સ્ટીલના ભાવ થોડા સમયથી આસમાને પહોંચી ગયા છે. જેના પરિણામે કાચા લોખંડ સહિતની નિકાસ ઉપર લગામ લગાવાઇ છે. ઘરેલું ક્ષેત્રે તેલના ભાવ ઊંચા રહેતા બાંધકામમાં થતા બજેટ પણ બગડયા છે સ્ટીલના ભાવમાં આવેલો વધારો વેપારીઓ માટે પણ માથાનો દુખાવો છે.