લોકો અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષા સવાલ પૂછી જવાબો મેળવી શકે છે: મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ આપવામાં આવી રહેલી વિવિધ પ્રકારની ઓનલાઈન સેવાઓમાં લોકોને વધુ ને વધુ સુગમતા અને સરળતા રહે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ રહે છે.

મહાનગરપાલિકાની વેબસાઈટમાં ઉપલબ્ધ આર્ટીફિશીયલ ઇન્ટરેક્ટિવ ચેટ બોટમાં લોકો મહાનગરપાલિકાની સેવાઓ વિશે પોતાના કામ સંબંધી સવાલો પૂછી જવાબ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી રહયા છે. આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓની ઉપસ્િિતમાં યોજાયેલી એક બેઠક દરમ્યાન મહાનગરપાલિકાની વેબસાઈટ પર ASK RMC નામના ચેટ બોટની યાંત્રિક રોબોટિક પ્રણાલી  કોમ્પ્યુટર પ્રોગ્રામનું  નિદર્શન નિહાળી તેની સમીક્ષા કરી હતી.

મ્યુનિ. કમિશનરે આ વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ચેટ બોટ એક એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સીનો ઉપયોગ કરી લોકોને વાતચીત (Chat)દ્રારા મહાનગરપાલિકાની સેવાઓને લગતા પ્રશ્નોનો જવાબ આપે છે. તેના માટે કોઈપણ માણસની જરુર પડતી ની. લોકો પ્રશ્ન પૂછવા માટે અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાનો ઉપયોગ કરી શકશે. લોકોને આ બંને ભાષામાં તેમના જવાબો ઉપલબ્ધ બને છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચેટબોટ્સ એ ઉપયોગમાં લેવાતા પ્રિ ડિફાઈન આધારે ડેટાબેઝમાંી પૂર્વવ્યાખ્યાયિત જવાબો આપે છે.

ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને જો મહાનગરપાલિકાનો ટેકસ ઓનલાઈન કેવી રીતે ભરવો તેની માહિતી જોઈતી હોય તો મહાનગરપાલિકાની વેબ સાઈટ પર ASK RMCનામના ચેટ બોટ માં How can I pay my property tax online ? તે જ પ્રકારે Who is the commissioner of RMC ?  My father was died in 1992. How can I get death certificate ? Air quality in Rajkot ?  How can I apply for job in RMC ?જેવા પ્રશ્નો  ટાઈપ કરવાી ચેટ

બોટ તેની સો વાતચીત કરીને તેને માર્ગદર્શન આપે છે.

કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, ચેટ બોટ પ્રોગ્રામ Natural Language Processing (NLP)નામની અતિ આધુનિક આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સી ટેકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે.

જુલાઈ ૨૦૧૭ માસમાં હેકેોન ૨૦૧૭ માં ભાગ લીધેલ ZORO.IMનામની સ્ટાર્ટ અપ કંપની દ્રારા આ Chatbot મહાનગરપાલિકાને વિના મૂલ્યે ડેવલપ કરી આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.