અંશુ મલિકે વિશ્વ રેસલર ચેમ્પીયનશિપમાં પહોંચીને પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બનીને ઇતિહાસ રચવા માટે જુનિયર યુરોપીયન ચેમ્પીયનશીપમાં સોલોનીયા વિકને પરાજીત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 19 વર્ષની અંશુ મલિકે પ્રારંભિક તબક્કામાં જ સેમીફાઇનલમાં પોતાનો દબદબો જાળવી રાખી ટેકનીકલ સુપર પરર્ફોન્સના આધારે વિજય મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
અંશુ મલિક વિશ્વ ચેમ્પીયનશીપ ફાઇનલમાં પહોંચવા વાળી પ્રથમ મહિલા પહેલવાન બની છે. વિશ્વ ચેમ્પીયનને હરાવીને અપસેટ સર્જનાર પરિતા મોર સેમીફાઇનલમાં હારી ગઇ અને તે કાસ્ય માટે રમશે. 19 વર્ષની અંશુએ સેમીફાઇનલ જીતીને 57 કિલો ગૃપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
પહેલવાનીમાં આ અગાઉ ભારતની ચાર મહિલાઓ વિશ્વ ચેમ્પીયનશિપમાં વિજેતા બની હતી પરંતુ તમામ બ્રોન્ઝ મેડલથી સંતોષ મેળવ્યો હતો. જેમાં ગીતા ફોગાટ, બબીતા ફોગાટ, પુજા ઢાંડા અને વિનસ ફોગાટનો સમાવેશ થાય છે. ફાઇનલમાં પહોંચા વાળી અંશુ ત્રીજી ભારતીય પહેલવાન છે. અગાઉ સુશીલ કુમાર-2010, બજરંગ પુનિયા-2018માં આ કમાલ કરી હતી. જેમાં સુશીલ ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.
અંશુની પ્રોફાઇલ જોઇએ તો સિંગલ મુકાબલામાં કઝાકીસ્તાનની નિલોફરને અને ક્વાર્ટર ફાઇનલમાં મંગોલીયાની દેવાચી મેંગને 5-1થી હરાવી હતી.