મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી તથા તેમના પુત્ર ‚ષભ રૂપાણી પરિવાર સહિત જૈન ચાલ સંઘને આંગણે અનશન આરાધક સુશ્રાવક વિજયભાઈ શાહના દર્શન કર્યાં
જૈન ચાલ સનકવાસી જૈન સંઘ રાજકોટની પાવન અને પૂણ્યભૂમિમાં સુશ્રાવક વિજયભાઈ કાંતીલાલ શાહે મૃત્યુ ને મહોત્સવ બનાવવા અનશન વ્રત અંગીકાર કરી માનવ જીવનને સફળ બનાવેલ છે અને આજે સંારાના ૧૧ માં દિવસે ગુજરાતના મુખ્ય મંત્રી જૈન સમાજના પનોતા પુત્ર રત્ન વિજયભાઈ રૂપાણી,અંજલીબેન રૂપાણી,પુત્ર રૂષભ રૂપાણી પોતાનો અમૂલ્ય સમય ફાળવી દશેને આવેલ.અનશન આરાધકને શાતાની પૃચ્છા કરેલ તા સંઘમાં બીરાજમાન ગુરુ પ્રાણ તા મુક્ત- લીલમ-સન્મતિ પરિવારના સુશિષ્યા પૂ.મીનળબાઈ મ.સ.તા પૂ.શ્રેયાંશીબાઈ મ.સ.ના દશેનનો લાભ લીધેલ.
મુ. મંત્રી વિજયભાઈ રૂપાણીએ આ તકે જણાવ્યું કે અનશન આરાધકે જૈન શાસનની જયોતને જલતી રાખી છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે. સૌરાષ્ટ્રની ભૂમિ જ ત્યાગી, વૈરાગી, તપસ્વીઓની અને સંતો- મહંતોની ભૂમિ છે.
ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવીણભાઈ કોઠારી તા ચંદ્રકાન્તભાઈ શેઠ અને જૈન ચાલ સંઘના પરેશભાઈ સંઘાણીએ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પોતાનો અમૂલ્ય સમય ફાળવી પધાર્યા તે બદલ આભાર વ્યકત કરેલ.અનશન આરાધક ના હોી ધમેપ્રેમી મુખ્ય મંત્રીને નવકાર મંત્રની માળા અપેણ કરવામાં આવેલ.પૂજય મીનળબાઈ મહાસતિજીએ માંગલિક ફરમાવેલ.
અનશન આરાધકના દશેને તા શાતા પૂછવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા જૈન અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, રસિકભાઈ પારેખ, મનોજ ડેલીવાળા, કેતનભાઈ શેઠ, મહિલા મંડળના અગ્રણી વીણાબેન શેઠ, ભરતભાઈ દોશી,સુશીલભાઈ ગોડા,જીતુભાઈ કોઠારી,મયુર શાહ, નિલેશભાઈ શાહ, પ્રતાપભાઈ વોરા,મધુભાઈ ખંધાર, અલપેશભાઈ મોદી, તુષારભાઈ મહેતા, અહેમ ગ્રુપ, ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ, નિતીનભાઈ ભારદ્રાજ વગેરે ઉપસ્તિ રહેલ.અગિયારમાં દિવસે પણ અનશન આરાધક પ્રસન્ન ભાવે આત્મ ભાવમાં ઝૂલતા આરાધકે કહ્યું રોતા – રડતા આ દેહ છોડવો એના કરતાં હસતાં – હસતાં ચારેય શરણાના સ્વીકાર અને મનોર સો વિદાય લેવાનો આનંદ કાંઈક અલગ જ હોય છે.અનશન આરાધક અસહ્ય વેદના વચ્ચે પણ ધૈયે પૂવેક પરમ શાંતિ અને સમાધિ ભાવમાં રમી રહ્યાં છે. જૈન ચાલ સંઘના પરેશભાઈ સંઘાણી તા મનિષભાઈ દેસાઈ સો મહિલા મંડળ સેવા પ્રદાન કરી રહેલ છે.