ઓમ નગરમાં ઘરે ફળિયામાં બેભાન થયા બાદ મોત નિપજ્યું
ગઈકાલે સામા કાંઠામાં ઇમીટેશનના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું
રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ ફેઇલ થયા જવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે જ શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા 44 વર્ષીય વેપારીનું હૃદય રોગના હુમલાથી મોત થતા ની ઘટના સામે આવી હતી ત્યારે આજે વધુ એક હૃદય હુમલાની ઘટના સામે આવી છે જેમાં બાલાજી હોલ પાસે રહેતો યુવાન પોતાના ઘરમાં ફળિયામાં હતો ત્યારે બેભાન થઈ ઢળી પડતા તેરે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.
જ્યારે બનાવવાની મળતી માહિતી અનુસાર શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બાલાજી હોલ પાસે રહેતા વિઠ્ઠલભાઈ રમેશભાઈ તારપરા નામના 45 વર્ષીયા પટેલ યુવાન આજે બપોરના સમયે પોતાના ઘરે હતા ત્યારે ફળિયામાં તેઓ બેભાન થઈ ઢળી પડતા તેને તાત્કાલિક 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેઓ કાળનો કોળિયો બન્યા હતા. તેમના મોતની જાણકારી તેના પરિવારજનોને થતા તેઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલે દોડી જાય યુવાનના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે તબીબો દ્વારા તેને હાર્ટ અટેક આવ્યા બાદ મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું.
આ મામલે પોલીસે પરિવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન જલારામ ઓટો પાર્ટ્સની દુકાન ચલાવતા હતા. અને તેને સંતાનમાં એક પુત્ર છે. આ બનાવથી એકના એક પુત્ર એ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સામા કાંઠા વિસ્તારમાં રહેતા વેપારી કિશોરભાઇ ભીખાભાઇ ચૌહાણ (ઉ.વ.44) ગત તા.5.07.2023ના રોજ બપોરે પોતાના ઘરે હતા તે સમયે તેમને છાતીમાં દુ:ખાવો થતા હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ પરિવારજનો કંઇ સમજે તે પહેલા જ કિશોરભાઇ છાતીના અસહ્ય દુ:ખાવાથી ઢળી પડયા હતા અને અર્ધબેભાન થઇ ગયા હતા.
પરિવારજનોએ તુરંત જ તેમને કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડયા હતા ત્યાં તત્કાલ તેમની સારવાર શરૂ કરાયેલ હતી. બીજા દિવસે તા. 6-7-2023ના રોજ બપોરે 2.30 વાગ્યે સારવાર દરમ્યાન જ કિશોરભાઇએ દમ તોડી દેતા માલી પરિવારમાં શોક છવાયો હતો. તબીબોના જણાવ્યા મુજબ કિશોરભાઇના હૃદયની મોટા ભાગની નળીઓ બ્લોક થઇ ગઇ હતી. જેના કારણે તેમને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. બી ડીવીઝન પોલીસે મૃતદેહને સીવીલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.ત્યારે વધુ એક યુવાનો આજે હાર્ટ ફેલ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.