• બોટાદ પાસે ટ્રેક ઉપર જુના પાટાનો ટુકડો મુકાયો, ટક્કર થતા એન્જીન બંધ થઈ ગયું
  • ટીખળખોરોએ 4 ફૂટ ઊંચો પાટાનો ટુકડો ઉભો કરી દીધો, ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાઇ, સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી : તપાસનો ધમધમાટ

સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસના પર્દાફાશ  બાદ આજે ફરી એકવાર રાજ્યમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. જો કે સદનસીબે દુર્ઘટના સહેજમાં ટળી હતી. હજારો લોકોના જીવ બચી ગયા હતા.

ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ રહી છે. ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે.ઘટના અંગે બોટાદ જિલ્લા એસપી કે.એફ. બરોડિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર જતી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેન અથડાતાં તે ઊભી રહી ગઈ હતી.

2 મહિનામાં 23 રેલ દુર્ઘટના  સરકાર પણ એલર્ટ

શમાં 2 મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 23મો પ્રયાસ છે. અગાઉ 20 સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ કરવામાં આવી હતી. એ કેસની તપાસ એનઆઈને સોંપવામાં આવી હતી. બીજી તરફ બિહારના મુઝફ્ફરપુર જંક્શન પર શનિવારે રાત્રે મુઝફ્ફરપુર-પુણે સ્પેશિયલ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતરી ગયું હતું. સિગ્નલ ન મળતા ટ્રેન આગળ વધવા લાગી ત્યારે આ અકસ્માત થયો હતો.ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડયંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે. આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.