શોપિયાના ચૌધરી ગુંડ વિસ્તારની ઘટના : આતંકીઓની શોધખોળ

આતંકવાદીઓએ ફરી એકવાર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.  દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી હતી. આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો.  માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.  આતંકીઓની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી મુજબ, શોપિયાં જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટને ગોળી મારીને લોહીલુહાણ કરી દીધા હતા. જ્યારે તેઓ તેમના બગીચા તરફ જઈ રહ્યા હતા. ત્યારે આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો હતો. બાદ આતંકીઓ ભાગી ગયા હતા.  તે જ સમયે, ઇજાગ્રસ્ત પૂરણ ભટને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ દમ તોડ્યો હતો.

મૃતકના પરિવારે કાશ્મીરી પંડિતો ઉપર થતા અત્યાચાર બાદ પણ કશ્મીર છોડ્યું ન હતું

સૂત્રોના જણાવ્યા અનુસાર, પુરણ કૃષ્ણ ભટ શોપિયાના ચૌધરી ગુંડ વિસ્તારના કાયમી રહેવાસી હતા અને બગડતી પરિસ્થિતિ વચ્ચે પણ 1989 દરમિયાન ખીણમાંથી સ્થળાંતર કર્યું ન હતું.  ખીણમાં વધુ એક ટાર્ગેટ કિલિંગ બાદ કાશ્મીરી પંડિતો અને ખીણના લઘુમતી વર્ગોમાં ગુસ્સો છે.

કાશ્મીરમાં કંઈ બદલાયું નથી : કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ

કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ એ આ હુમલા પર સખત ગુસ્સો વ્યક્ત કર્યો છે.  સમિતિએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે શોપિયાંના ચૌધરી ગુંડમાં વધુ એક કાશ્મીર પંડિતાની હત્યા કરવામાં આવી છે.  13 ઓક્ટોબરે ટ્વિટ કરવા છતાં ગ્રાઉન્ડ ઝીરો પર કંઈ બદલાયું નથી.  આ ગૃહમંત્રી અમિત શાહને સંદેશ છે કે કાશ્મીરની સ્થિતિ 1990 જેવી છે.અન્ય એક ટ્વિટમાં, સમિતિએ આરોપ લગાવ્યો છે કે ડીસી શોપિયાં અને એસએસપી શોપિયા પીડિતાના પરિવાર પર વહેલી તકે પીડિતાના અંતિમ સંસ્કાર કરવા દબાણ કરી રહ્યા છે.  કારણ કે તેમને ઘાટીમાં સામાન્ય સ્થિતિ દર્શાવવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.