ભારત-વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટી-20 સિરીઝની બીજી મેચ આજે અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. ભારતે પ્રથમ 4 વિકેટે જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે. વિરાટ સેનાની નજર હવે વિન્ડીઝ વિરુદ્ધ વિદેશમાં 8 વર્ષ પછી સિરીઝ જીતવા પર છે. છેલ્લે ભારત 2011માં વેસ્ટ ઇન્ડિઝમાં 1-0થી સિરીઝ જીત્યું હતું. ભારત છેલ્લી 4 ટી-20થી વિન્ડીઝ સામે અપરાજિત છે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટી-20માં 12 વાર એકબીજા સામે ટકરાયા છે. ભારતે 6 અને વિન્ડીઝે 5 મેચ જીતી છે, જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. 2016માં ફ્લોરિડા ખાતેની 2 મેચની સિરીઝ ભારત 0-1થી હાર્યું હતું. પ્રથમ મેચમાં એવીંન લુઈસની સદીથી વિન્ડીઝે 246 રન કર્યા હતા. જવાબમાં લોકેશ રાહુલની સદી છતાં ટીમ 1 રને હારી હતી. બીજી મેચમાં પરિણામ આવ્યું ન હતું. ગઈ કાલે ભારતે વિન્ડીઝને 4 વિકેટે હરાવ્યું હતું.