વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપી “આર્થિક મહાસત્તા’ બનાવવા તરફ ડગલા ભરાય રહ્યા છે, ત્યારે ભારત વર્ષના ઇતિહાસમાં આજનો “એકનવેમ્બર બેહજાર બાવીસ” નો આજનોદિવસ ઐતિહાસિક”સીમા ચિન્હરૂપ” બની રહેશે કેમ કે …..આજથી ભારતના ડિજિટલ રૂપિયા નું આગમન થયું છે21મી સદીના વિશ્વમાં વ્યવહારમાં ડિજિટલાઇસેશન વ્યાપક બની રહ્યું છે.. ત્યારે ’ડિજિટલકરન્સી”ની પણ આવશ્યકતા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ડિજિટલ રુપિયાના હોલસેલ સેટમેન્ટ માટે ના પાયલોટ પ્રોજેક્ટ માટે બોક્સની પણ પસંદગી કરી દીધી છે જેમાં એસ બી આઈબેન્ક,, એચડીએફસી બેન્ક જેવી ટોચની બેંક ઉપરાંત બેંક ઓફ બરોડા, આઈ સી આઈ સી આઈબેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક યસ બેન્ક અને એચ એસબીસી બેંક નું નવ બેંકોનું પોર્ટલ બનાવ્યું છે
ભારત હવે વૈશ્વિક સ્તરે વેપાર વ્યવહારમાં આગળ વધી રહ્યું છે, ત્યારે સમયના તકાજાને લઈને પૈસાની લેવડદેવડ સરળ થાય, અને ફેક ક્રિપ્ટો કરન્સી નું જોખમ ઓછું થાય, તે માટે ડિજિટલ રુપીયાની આજની શરૂઆત ભારત માટે આર્થિક રીતે નવા યુગ નો આરંભ રૂપ બની રહેશે, ડિજિટલ કરન્સી થી સી બી ડી સી એ રેગ્યુલેટરી ના સપોર્ટ સાથે ડિજિટલ ફોર્મેટ માં સ્ટોર થતા ચલણ તરીકે અને પેપર કરન્સીમાં રૂપાંતરિત કરી શકાય તેવી સુવિધા સાથે આરબીઆઈની બેલેન્સશીટમાં પણ તેની નોંધ લેવાશે …અને તેને લીગલ ટેન્ડર નો દરજ્જો મળતા ’કેશલેસ વ્યવહાર”ને પ્રોત્સાહન મળશે આજથી શરૂ થયેલા ભારતના આ નવા અધ્યાય ને સમગ્ર વિશ્વમાંથી જબરો પ્રતિસાદ મળશે તેમાં બે મત નથી અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ધોરણે વેપાર ઉદ્યોગની પ્રવૃત્તિઓને પણ વધુ વ્યાપક પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં સરળતા રહેશે આજની તારીખ ભારતમાં ડિજિટલ રુપીના અવતરણથી યાદગાર અને વિકાસનો પર્યાય બની રહેશે ડિજિટલ રુપી થી કરચોરી, કાળા નાણા નો ઉપાર્જન અને ગેરકાયદેસર રૂપિયાના વિનિમય જેવી સમસ્યાનો પણ અંત આવશે ડિજિટલ રુપિયાના આગમનથી ભારતીય ચલણ નું મૂલ્ય પણ વધુ વજનદાર બનશે આજનું આ દિવસ ભારતને આર્થિક મહાસત્તા બનાવવા ના અસરકારક મક્કમ પગલા તરીકે યાદગાર બની રહેશે.