બહુચર્ચિત ફિલ્મ ‘ડિયર ફાધર’ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે.ટ્રેલર જોયા બાદ મૂવી રસીકો થિયેટરોમાં ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. માનસી પારેખ ગોહિલ, પરેશ રાવલ, ચેતન ધાનાણી અભિનિત ફિલ્મ ની રસપ્રદ વાત એ છે કે, જાણીતા અભિનેતા પરેશ રાવલ 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં પુનરાગમન કરી રહ્યા ચ્હે એ વાત થી લોકો માં વધુ આનંદ છે.

મુખ્ય અભિનેતા ચેતન ધાનાણી, જેઓ પરેશ રાવલના પુત્ર અને વકીલની ભૂમિકા ભજવે છે, તેમણે આ ફિલ્મ માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યુ છે કે “હું ‘ડિયર ફાધર’ના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, અને હવે તે બહાર આવ્યું છે અને હું એટલો રોમાંચિત છું કે તેને દરેક તરફથી ખૂબ જ દરો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલરે ઘણી અપેક્ષાઓ પેદા કરી છે અને એ પણ ખાતરી છે કે ફિલ્મ એ અપેક્ષા પૂરી કરશે. અંગત રીતે, મારા માટે, પરેશ રાવલ સર અને માનસી પારેખ સાથે આમાં કામ કરવું ખૂબ જ આનંદની વાત હતી, હવે 4 માર્ચની રાહ જોઈ રહ્યો છું”. ઉમંગ વ્યાસ દ્વારા દિગ્દર્શિત ‘ડિયર ફાધર’, એ  ટ્રેલરની કોમેડી, ડ્રામા અને હત્યાના રહસ્યના ઘટકોએ દરેકની ઉત્સુકતાને મોહિત કરે એવું ફિલ્મ સાબિત થવા નું છે.

Screenshot 6 49Screenshot 7 38

આ ફિલ્મ સ્વર્ગસ્થ ઉત્તમ ગડા દ્વારા લખાયેલા વખાણાયેલા ગુજરાતી નાટક ‘ડિયર ફાધર’ પર આધારિત છે.
ટ્રેલર પિતા, પુત્ર અને પુત્રવધૂ વચ્ચેની મીઠી અને ખાટી વાતો સાથે ખુલે છે. ચેતન ધાનાણી દ્વારા ભજવવામાં આવેલા પાત્રમાં પરેશ રાવલ પ્રેમાળ અને નિર્દોષ પિતાની ભૂમિકામાં જોવા મળે છે જ્યારે માનસી પારેખ એક પુત્રવધૂનું પાત્ર ભજવે છે. ટ્રેલર આજની પેઢી અને વરિષ્ઠ નાગરિકો વચ્ચે જનરેશન ગેપ અને વિચાર પ્રક્રિયામાંના તફાવતોને દર્શાવવાનો પ્રયાસ કરે છે.

ઉમંગ વ્યાસ દ્વારા નિર્દેશિત, ફિલ્મનું ટ્રેલર વધુ એક અણધાર્યો વળાંક લે છે જ્યાં પરેશ રાવલ દ્વારા ભજવવામાં આવેલ પાત્રની રહસ્યમય રીતે હત્યા કરવામાં આવી છે.વધુમાં, પતિ અને પત્ની વધુ એક વળાંકના સાક્ષી છે જ્યારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તેમના જીવનમાં પ્રવેશ કરે છે, જે તેમના પિતા જેવા જ દેખાય છે,ટૂકમાં કહીએ તો આ ફિલ્મ એક પ્રેક્ષક ને બધી રીતે મનોરંજન પૂરું પડે તેવી નીવડશે. તો જોવાનું ચૂકશો નહિ આ 4 ફેબ્રુઆરીએ .

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.