ડાયાબીટીસ, બી.પી., ગેગરીંગ સહિતના રોગોની હોલીસ્ટીક હિલીંગ સેન્ટરમાં મફતમાં સારવાર અપાય છે
રાજકોટનાં સફળ ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી કે જેઓ રાજુ એન્જીનીયરીંગ સંસ્થાપક છે તેવો છેલ્લા છ વર્ષથી કેન્સર, ડાયાબીટીસ, બ્લડ પ્રેસર જેવી ઘણી બધી બિમારીઓની સારવાર પણ કરી રહ્યા છે. ત્યારે હાલમાં કોરોનાનો કહેર હાલ સમગ્ર વિશ્ર્વમાં છવાયો છે. ત્યારે ભારત દ્વારા કોરોનાને મ્હાત આપવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હોલીસ્૫ીડ હિલીંગ સેન્ટરનાં રાજુભાઇ દોશીએ કોરોનાથી બચવા માટે નેચરલ મિનરલ્સ દ્વારા જ નોઝલ ડ્રોપ બનાવવામાં આવ્યો છે. જેનાથી કોરોનાને મ્હાત આપી શકાશે.
રાજુભાઇ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધી તેવો પાસે ૬૦૦ થી ૭૦૦ જેટલા દર્દીઓ સારવાર લઇ ગયા છે પગ કે આંગણીના સડામાંથી માંડી તમામ પ્રકારની બિમારીઓનો તેવો દ્વારા ઉપચાર કરવામાં આવે છે. ત્યારે હાલમાં કોરોનાથી બચવા માટે તેવો દ્વારા નોઝલ ડ્રોપ તૈયાર કરવામાં આવ્યો છે. બહાર જતાં પહેલા કો-સીવા નામના નોઝલ ડ્રોપનો ઉપયોગ કરવાથી કોરોનાથી બચી શકાશે. ખાસ તો તેવો તમામ દવાઓ અને સેવા મફત આપે છે. તેવો પાસે હાલમાં બોમ્બે, બેગ્લોર સહિતની જગ્યાએથી દર્દીઓ આવે છે. હોલીસ્ટીક હિલીંગ સેન્ટર વર્તમાન સમયે પંચવટી હોલ સામે કાર્યરત છે.
રાજુ એન્જીનીયરીંગના સ્થાપક રાજુભાઈ દોશી દ્વારા અનેક સેવાકાર્યો થાય છે. વર્તમાન સમયે કોરોના વાયરસની મહામારીમાં લોકોને કોરોનાનું સંક્રમણ લાગે નહીં તે માટે તેમણે કો-સિવા નોઝલ વિકસાવી છે. જેના માધ્યમથી લોકોને કોરોનાનો ચેપ લાગતો ન હોવાનું જાણવા મળે છે. વર્તમાન સમયે તેઓ પંચવટી હોલ સામે તેઓ ગેંગરીંગ, બ્લડપ્રેસર અને ડાયાબીટીસ સહિતના ગંભીર રોગોના સારવારની વિનામુલ્યે સેવા આપી રહ્યાં છે. તેઓ નેચરલ મિનરલ્સ દ્વારા બનાવેલી દવાઓથી સારવાર આપે છે. તેમણે અનેક દર્દીઓને ગંભીર માંદગીમાંથી બેઠા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા છ વર્ષથી અવિરત સેવામાં રહેલા રાજુભાઈ દોશી આગામી સમયમાં વધુને વધુ લોકોપયોગી કામ કરવા ઈચ્છા ધરાવે છે.