ખેડૂતોના ખોટ ‘નો-ડ્યુ’ સર્ટીફીકેટના આધારે કરોડોનો ‘ગફલો’
મુળી તાલુકાની સરલા સહકારી મંડળીમાંથી ચાર ગામના ખેડૂતોના નામના નો-ડ્યુ પ્રમાણપત્ર લઈ બેંકમાંથી કરોડો ઉપાડ્યા
મુળી તાલુકાના સરલા ગામની સરલા સહકારી મંડળીમાંથી ખોટી સહીવાળા ખેડૂતોના નો-ડ્યુ સર્ટીફીકેટના આધારે બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ચાર ગામના કેટલાય ખેડૂતોના નામે આવી લોન લઈ લેવામાં આવી હોવાનો માહિતી અધિકાર કાયદા હેઠળ માગવામાં આવેલી માહિતીમાં ઘટસ્ફોટ થયો છે. ચાર ગામના ખેડૂતોથી ચાલતી મૂળી તાલુકાના સરલા સેવા સહકારી મંડળીમાં ૬૬૩ ખેડૂતોને ખોટી સહી થી નો ડ્યુ સર્ટીફીકેટ અને સર્ટિફિકેટ આપવામાં આવેલા હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જઈ રહી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સરકારી યોજના અંતર્ગત ખેડૂતોને લાભ મળવો જોઇએ તેટલો ખેડૂતોને આર્થિક લાભ પણ મળ્યો નથી અને ખેડૂતો સતત દેવાદાર બની રહ્યાં છે. બે વર્ષથી અતિવૃષ્ટિની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાતી હોવાના કારણે ખેડૂતો પાયમાલ બની રહ્યાં છે.
મળતીયાઓ દ્વારા ખેડૂતોના ભોળપણનો લાભ લઇ અને અવાર-નવાર જિલ્લામાં ખેડૂતોને મળતી સહાય અન્ય ખાતેદારોના ખાતામાં જમા કરી આપવામાં આવી રહી છે. ખેડૂતોને અંધારામાં રાખી અન્ય પણ કરોડો રૂપિયાનાં કૌભાંડો સુરેન્દ્રનગર જિલ્લામાં મળતિયાઓ દ્વારા આચરવામાં આવતી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને મળતા લાભ અને ખેડૂતોને ટાઇટલ ક્લિયર માટે આપવામાં આવતા નો ડ્યુ સર્ટીફીકેટમાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે.
જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામમાં આવેલી સરલા સેવા સહકારી મંડળી માંથી ખેડૂતોને આપવામાં આવેલા નો ડ્યુ સર્ટી અને ટાઇટલ ક્લિયરના સર્ટીમાં ખોટી સહી કરી અને સરલા ગામની સેવા સહકારી મંડળી દ્વારા આપવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. સરલા ગામના અને તેના આજુબાજુના ચાર ગામના ખેડૂતો આ બાબતે અત્યંત અજાણ છે. ખેડૂતોને આ બાબતની કે સરકારી અધિકારીઓને આ બાબતની કોઈ પણ જાત ની જાણકારી નથી ત્યારે સરલા સેવા સહકારી મંડળી નીચે આવતી સરલા ગઢડા ખંભાળિયા અને વડધ્રા ગામના ખેડૂતોને ટાઇટલ ક્લિયર માટે નો ડ્યુ સર્ટી આપવામાં આવ્યા છે તેમાં મંડળીના મંત્રીની નહિ પરંતુ ત્રાહિત પક્ષની સહી કરી છે. ખેડૂતોને જે નો ડ્યુ સર્ટી આપવામાં આવ્યા છે તે ખોટી સહી કરી આપ્યા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
આ બાબતનો ખુલાસો આરટીઆઇમાં મળતી વિગત માં થવા પામ્યો છે. પાંચ વર્ષ સુધી ખોટી સહી થી સરલા સહકારી સેવા મંડળી દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા નો ડ્યુ સર્ટીમાં ખોટી સહી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. આ બાબતની વિગત પ્રવીણભાઈ પટેલ દ્વારા માંગવામાં આવેલી આરટીઆઇ માં મળવા પામી છે.
ગામના જાગૃત ખેડૂતોએ સરકારી પાંચ શાખાઓનું ધ્યાન દોર્યું
કર્મચારીઓ દ્વારા પણ આ બાબતની કોઈ પણ જાણકારી મેળવવામાં આવી હતી અને કોઈ પણ જાતની તપાસ સહાય આપતા અને થાપણ આપતી બેન્કો દ્વારા આ ટાઇટલ ક્લિયર સાચું છે કે ખોટું તેની પણ કોઈપણ જાતની વિગત મેળવ્યા વગર જ ખેડૂતોને કરોડો રૂપિયાનું ધિરાવવું ચાર ગામના ખેડૂતોને સરલા સેવા સહકારી મંડળીના ખોટા નો ડ્યુ સર્ટીફીકેટ ઉપર આપી દેવામાં આવ્યું છે. આ અંગેની જાણ ત્યાંના જાગૃત ખેડૂતોને થતા તાત્કાલિક પણ એ ખેડૂતોને લાભ આપતી અને સહાય આપતી થાપણ આપતી પાંચ શાખાઓને આ બાબતની જાણ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશને પણ આ બાબતની લેખિત રજૂઆત જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. મુળી મામલતદાર મુળી ડિઝાસ્ટર મુળી ઈ-ધારા મુળી એસબીઆઇના મેનેજર અને કુંતલપુર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર ને આ બાબતની જાણ ખેડૂત અને જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતની તપાસ કરી ગેરરીતિ ઝડપાશે તો ખોટી સહી કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તેવું પણ પાંચ જેટલી શાખાઓના અધિકારીઓ દ્વારા જણાવાયું છે.