ખરીદનારને અંધારામાં રખી દિવાની દાવો પેન્ડીગ હોવા છતાં છ કરોડની જમીનના રૂ.1.50 કરોડ ચુકવ્યા
લોધિકાના હરિપર (પાળ)ની કરોડોની જમીન વિવાદમાં ભાજપ આગેવાન સહિત આઠ સામે નોંધાતો ગુનો
લોધિકા તાલુકાના પાળ ગામના સર્વે નંબર 22 પૈકી 1ની બે એકર અને ત્રણ ગુઠા ખેતીની જમીનનો સોદો રુા.6 કરોડમાં નક્કી કરી માત્ર રુા.1.50 કરોડ ચુકવી ભાજપ આગેવાન સહિત આઠ શખ્સોએ બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ભાજપ આગેવાન કિસોર આંદિપરાએ ખરીદનારને અંધારામાં રાખી ખેડુતને ડબલ રકમ ચુકવવાની લાલચ દઇ સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હરીપર (પાળ) ગામે રહેતા પાલાભાઇ મેઘાભાઇની હરીપર (પાળ) ગામે આવેલી સર્વે નંબર 22 પૈકી 1ની બે એકર અને ત્રણ ગુઠા જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યા અંગેની કાલાવડ રોડ પર પરમનગરના છગન દામજી બુસા, અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીના ડો.દિલીપભાઇ કાનજીભાઇ પટેલ, મોવૈયાના કિશોર છગન આંદિપરા, રાષ્ટ્રીય શાળામાં રહેતા કુલદિપસિંહ જયસિંહ રાઠોડ, ગોંડલના પાટીદડ ગામે રહેતા હિતેશ લક્ષ્મણ રાંક, સંજય વલ્લભ રાંક, મંજકાના પ્રવિણ પ્રભાત હુંબલ અને યુનિર્વસિટી રોડ પર રહેતા દિપક લાલજી પટેલ સામે લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હરિપર પાળના રે.સ.નં. 22 પૈકી 1 માં તેની 2 એકર 3 ગુંઠા જમીન આવેલી છે. જે જમીન તેને વેચવી હોવાથી આરોપી કિશોર આદીપરાએ તેનો સંપર્ક કરતા તેને જમીન બતાવી હતી. જે તેને પસંદ આવતા આ જમીન રૂા.6 કરોડમાં ખરીદવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ આરોપી તેને છગન બુસા અને ડો.દિલીપ પટેલની ઓફિસે લઈ ગયા હતા. જયાં ત્રણેય આરોપીઓએ વધુ સ્ટેમ્પ ડયુટી ભરવી ન પડે આથી દસ્તાવેજ માત્ર રૂા.38.63લાખનો કરીશું અને ઉપરના પૈસા અલગથી આપી દેશું તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ 2012માં છગન બુસા અને ડો.દિલીપ પટેલ જોગ દસ્તાવેજ કરવાનું નકકી થતાં તે દિવસે તેને કુલ રૂપિયા દોઢ કરોડ આપ્યા હતા અને બાકીના સાડા ચાર કરોડ આઠથી દસ દિવસમાં ચૂકવી આપીશ, તેમ કહેતાં તેણે આરોપીઓને તમે બાકીના પૈસા આપશો પછી જ જમીનનો કબજો આપીશ તેમ જણાવતાં બધા સહમત થયા બાદ દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી. તેણે આરોપીઓને જમીનનો કબજો સોંપ્યો ન હોવા છતાં તેઓએ દસ્તાવેજમાં જમીનનો કબજો સોંપ્યાનું ખોટું લખાણ ઉભું કરી દસ્તાવેજ બનાવ્યો હતો. જમીનનો કબજો તેની પાસે હોવા છતાં આરોપીઓએ કુલદિપસિંહ રાઠોડ જોગ બોગસ દસ્તાવેજ ઉભી કરી દીધો હતો. અને તેણે હિતેશ રાંક અને સંદિપ રાંક જોગ બોગસ દસ્તાવેજ ઉભો કર્યો હતો.
જેમાં પણ કબજો મળ્યા અંગેનું ખોટું લખાણ દશાર્વેલ હતું. તેણે આરોપી છગન અને દિલીપ પટેલને જમીનની બાકી રકમ ચુકવી દેવા કહેતાં બંનેએ તેના 2012માં તેના જોગ પ્રોમિસરી નોટ કરી આપી હતી. અને સાક્ષી તરીકે કિશો2 આદીપરાએ સહી કરી હતી. બાદમાં તેણે ત્રણેય આરોપી પાસેથી બાકી પૈસાની માગણી કરતા થોડા સમયમાં પૈસા ચુકવી આપીશું તેવી ખાત્રી આપી હતી. ત્યારબાદ ફરીથી માંગણી કરતા ત્રણેયે જમીનની પૂરેપૂરી 2કમ ચૂકવી આપી છે, દસ્તાવેજ પણ થઈ ગયો ત્યાં આવવું નહીં તેવું જણાવી દીધું હતું. તેણે આ મામલે ગોંડલ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવાના કામે કોર્ટ દ્વારા 2017માં જમીનનું પંચરોજ રોજકામ કરાયું હતું. જેમાં પણ જમીનનો કબજો તેનો હોવાનું રેકર્ડ પણ આવ્યું હતું. આ દાવાના કામે કિશોર આદીપરા જમીનના અવેજ પેટે આરોપી છગન અને દિલીપ પાસેથી 2કમ બાકી લેણાં નીકળે છે તેનું સોગંદનામું પણ 2017માં કરી આપ્યું હતું.
જમીન અંગે હિતેશ અને સંદિપ રાંકએ પ્રવિણ હુંબલને કુલમુખત્યારનામું કરી આપ્યું હતું જે પણ બોગસ અને બનાવટી હોવાનું ફરિયાદમાં આરોપ મુકાયો છે. તેમજ પ્રવિણે કુલમુખત્યારનામાના આધારે વધુ કરાર કરેલ હોય તેવી શકયતાઓ દર્શાવાઈ છે. આ મામલે જે-તે સમયે તેણે લેખિત ફરિયાદ કરી હતી. જોકે સમાધાનની વાતચીત ચાલુ હોય ફરિયાદ ફાઈલે કરાવી હતી. પરંતુ ત્યાર બાદ પણ કોઈ રકમ મળી ન હતી. ત્યારબાદ આરોપીઓએ પ્રોમિસરી નોટ ઉભી કરી હતી જે નોટમાં તેની સહી ન હતી તે નોટમાં કોઈ સ્ટેમ્પ ડયુટી પણ વાપરવામાં આવી ન હતી, તે નોટરી સમક્ષ નોંધાવવામાં પણ આવી ન હતી, માત્ર સાદા કાગળમાં આરોપીઓએ સહી કરી બનાવટી પ્રોમિસરી નોટ ઉભી કરી હતી. આમ આરોપીઓએ કાવત્રુ રચી રૂા.4.50 કરોડની ઠગાઈ કરી હતી.