બે માસમાં ત્રીજુ કૌભાંડ પકડતા કોર્પોરેટર ખફી
વજન માટે કચરાને બદલે કચરાગાડીમાં ભરાય છે મકાનનો કાટમાળ
શહેરમાં કચરો ઉપાડનાર કોન્ટ્રાકટરનુ કૌભાંડ પકડાયા બાદ પણ પગલા નહીં લેવાતા કેન્ટ્રાકટર બે ફામ બન્યા છે. વોર્ડ નં.૧૬ના કોર્પોર યુસુફ ખફીએ બે માસમાં ત્રીજા વખત કચરાપેટીમાં કેરણ ભરવાનું કૌભાંડ પકડી પડ્યું છે.
જામનગર શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરત્તી ગાડીઓમાં વજન વધારવા માટે કેટલીય વખત કચરાની સાથે-સાથે કેરણ જેવો માળ ભેળવવાનું સામે આવી ચુક્યું છે, ત્યારે વધુ એક વખત વોર્ડ નંબર.૧૬માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન તેમજ ખુલ્લા પોઈન્ટ પરથી ભિનો અને સુકો કચરો ઉપાડવામાં કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે. એજન્સી ઓમ સ્વચ્છતા કોન્ટ્રકટર ધ્વારા કચરાની ગાડીમાં વજન વધારવા માટે કેરણ અને માટી ભરી ઉપરના ભાગે પ્લાસ્ટીકની બેગમાં કચરો રાખી માસિક લાખો રૂપિયાના બીલ બનાવી કોભાંડ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ કોર્પોરેટર યુસુફ ખફીએ કર્યો છે.
ગત તારીખ ૩-૧૦-૨૦૨૦ ના રોજ વોર્ડ નં.૧૬માં આવેલ સરસ્વતી પાર્ક પાસે કોર્પોરેટર પોતે વિસ્તારના રાઉન્ડમાં હોય ટાટા કંપનીની ગાડી જેની આગળ પાછળ કે સાઈડમાં ક્યાય નંબર પ્લેટ લાગેલ ન હોય તે ગાડીનો ડ્રાઇવર ધ્વારા અંદાજે બે ટન જેટલી કેરણ અને મોરમ ભરી બપોરે એક વાગ્યાની આસપાસ ડમ્પિંગ પોઈન્ટ પર જવા નીકળેલ ત્યારે રસ્તામાં ગાડી રોકી વોર્ડના સેનેટરી ઈસ્પેકટર ચિરાગ સોલંકીને રૂબરૂ બોલાવી રોજ કામ કોર્પોરેટરે કરાવ્યું હતું. વધુમાં પુરાવાઓ એકત્ર કરવા માટે ગાડીની ફોટોગ્રાફી તથા વિડીઓગ્રાફી પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
હાલ વોર્ડ નં.૧૫ તથા ૧૬માં ચાલતી એક પણ ગાડી પર નંબર પ્લેટ ન હોય આવા કોન્ટ્રકટરોને છુટો દોર આપેલ હોય લુટાય તેટલું લુંટવા કોન્ટ્રકટરો ડમ્પિંગ પોઈન્ટના કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરી ફોજદારી ફરિયાદ કરવા કોર્પોરેટર યુસુફ ખફીએ કંટ્રોલીંગ અધિકારીને પત્ર લખી માંગ કરી છે.
અત્રેએ યાદ આપી એકે છેલ્લા બે માસ જ આ ત્રીજી વખત કચરા ગાડીમાં કચરાના બદલે કેરણ ભરવાનું કૌભાંડ પકડાયું છે. અગાઉ પણ બે વખત કૌભાંડ પકડાઇ ચૂકયું છે. કચરાનો કોન્ટ્રાકર રાખનાર એજન્સી સામે પગલા લેવાતા ન હોય કે કોન્ટ્રાકટર સામે મ્યુ. તંત્રના અધિકારીઓની સાંઠગાંઠ હોય કે ગમે તેમ આ કૌભાંડ અટકતું જ નથી.