• બરવાળામાં સાડા ૩ ઇંચ, જેતપુર- બોટાદમાં પોણા ત્રણ ઇંચ,  સાયલા-બગસરા- લાઠીમાં અઢી ઇંચ, અમરેલીમાં બે ઇંચ, બાબરા- ચોટીલા-વીંછીયામાં એક ઇંચ વરસાદ
  • સૌરાષ્ટ્રમાં જસદણ, ઉપલેટા, માળિયા મિયાણા, કોડીનાર અને ચુડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ
  • છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકાઓમાં વરસાદ  સૌથી વધુ સાબરકાંઠાના તાલોદમાં પાંચ ઇંચ વરસાદ

અબતક, રાજકોટ

મેઘરાજાએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલ્લભીપુર અને ઉમરાળામાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે બરવાળામાં સાડા ૩ ઇંચ, જેતપુર- બોટાદમાં પોણા ત્રણ ઇંચ,  સાયલા-બગસરા- લાઠીમાં અઢી ઇંચ, અમરેલીમાં બે ઇંચ, બાબરા- ચોટીલા-વીંછીયામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ શરૂ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર,દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૬ તાલુકામાં અડધાથી ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધુ સાબરકાંઠાના તલોદ તાલુકામાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ભાવનગર, બોટાદ, અમરેલી, નર્મદા, વલસાડ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ખેડા, તાપી, પંચમહાલ સહિતના શહેરોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો.

અગાઉ મેઘવીરામથી લોકોએ રાહત અનુભવી હતી. ત્યાં ફરી મેઘરાજાએ વધુ એક નવો રાઉન્ડ શરૂ કરી દેતા ફરી ચિંતાના વાદળો છવાયા છે.

છેલ્લા ૨૪ કલાકના વરસાદની વિગતો જોઈએ તો સાબરકાંઠાના તાલોદમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગરમાં વરસાદ પડ્યો છે. જેમાં વલ્લભીપુર અને ઉમરાળામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે બોટાદના બરવાળામાં સાડા ત્રણ ઇંચ, અમરેલીના લીલીયામાં સવા ૩ ઇંચ, નર્મદાના ગરૂડેશવરમાં ૩ ઇંચ, વલસાડના કપરાડામાં ત્રણ ઇંચ, રાજકોટના જેતપુરમાં ૩ ઇંચ, બોટાદમાં પોણા ત્રણ ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં અઢી ઇંચ, સુરેન્દ્રનગરના સાયલામાં અઢી ઇંચ, અમરેલીના બગસરા અને લાઠીમાં અઢી ઇંચ, સાબરકાંઠાના પોસીનામાં બે ઇંચ, અરવલ્લીના બાયડમાં બે ઇંચ, ખેડાના મહુઢામાં બે ઇંચ, અમરેલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે પાટણના રાધનપુર, રાજકોટના જસદણ, ઉપલેટા, મોરબીના માળિયા મિયાણા, ગીર સોમનાથના કોડીનાર, સુરેન્દ્રનગરના ચુડા અને પંચમહાલના જાંબુઘોડામાં વરસાદ નોંધાયો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.