પોલીસમેનની પૂછપરછમાં રાજકોટના શખ્સે કોલ લેટરના સમયમાં ફેરફાર કરી આપ્યાનું ખૂલ્યું

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતી  દરમિયાન કોલ લેટરમાં છેડછાડ કર્યાના કૌભાંડમાં  રાજકોટના હેડ કોન્સ્ટેબલ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી  તેની પૂછપરછમાં મૂળ રાજકોટના શખ્સની સંડોવણી ખૂલતા સુરેન્દ્રનગર પોલીસે આરોપીને દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેર ની જવહાર ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી પોલીસ ભરતીની પ્રક્રિયા માં કોલ લેટરમાં સમયમાં ફેરફાર કરી અને પરીક્ષા આપનાર પાંચ લોકોની સીટી પોલીસે અટકાયત કરી હતી અને તેમની સામે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેવા સંજોગોમાં પાંચ ઉમેદવારોએ જેમાં એક પોલીસ અને એક હેડ કોન્સ્ટેબલ હોય અને અન્ય તેમની સાથે ત્રણ ઉમેદવાર હોય તેમના દ્વારા કોલ લેટરમાં છેડતી કરી અને પરીક્ષા આપી દેવામાં આવી હોવાનો ધડાકો થયો હતો પોલીસે તમામની અટકાયત કરી હતી.ત્યારે કછઉ-ઙજઈંની ભરતી પ્રક્રિયામાં કોલલેટરમાં છેડછાડનો મામલે સુરેન્દ્રનગર પોલીસે રાજકોટના ભાવેશ ઝાપડીયાને ઉઠાવી લીધો છે. કાલે પકડાયેલા બે પોલીસમેન સહિતના આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે, ભાવેશે પાંચેયને બોગસ કોલલેટર બનાવી આપ્યા હતા. અને સમયમાં ફેરફાર કરી આપ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે કછઉ-ઙજઈંની ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી આપનાર પાંચ ઉમેદવારોએ કોલ લેટરમાં સમય ફેરફાર કરી બોગસ કોલ લેટરથી ગ્રાઉન્ડ પ્રવેશ મેળવ્યો હોવાનું ખુલ્યા બાદ આ પાંચ આરોપી મુંજકા રહેતો મહેશ દિનેશભાઇ સેગલીયા કે જે ભક્તિનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ છે. તેમજ કિશન વજાભાઇ રાઠોડ (રહે. પાળીયાદ જસરામની વાડીમાં, જિ.બોટાદ) કે જે બોટાદ પોલીસનો કોન્સ્ટેબલ છે.

અને એ ઉપરાંત આશીષકુમાર પાતુભાઇ ગઢવી, જયદિપસિંહ નટુભાઇ ગોહીલ (રહે.ગામ – પીપરડી તા.વીંછીયા જિ.રાજકોટ) પ્રવિણભાઇ કરમશીભાઇ સાકરીયા (રહે.ગામ – ફુલજર તા.વીંછીયા જિ. રાજકોટ)નો સમાવેશ થાય છે.આ આરોપીઓએ વહેલી સવારે સ્ટેશન કોર્ટમાં હાજર કરી અને સીટી પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા એમાં એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ મામલે ઝડપાયેલા પાંચ ઉમેદવારોને કડક પૂછપરછ કરવામાં આવતા જે યુવકે આ પાંચ લોકોને કોલલેટર બનાવી આપ્યા તે રાજકોટના ભાવેશ ઝાપડીયાની સુરેન્દ્રનગર પોલીસે ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર સીટી પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર પોલીસ ભરતી કોલ લેટર કાંડમાં વધુ એક રાજકોટના શખ્સની સંડોવણી ખૂલતા ધરપકડ

સુરેન્દ્રનગર શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને કોલ લેટરમાં છબરડો કરી સમયમાં ફેરફાર કરી અને પરીક્ષા આપનારા પાંચ ઈસમો ઝડપાયા છે અને અન્ય એક ઇસમને પણ અટકાયત કરવામાં આવી છે જેમાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ હોવાનો ધડાકો થવા પામ્યો છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બનેલી ઘટના કલંકિત ગણી શકાય પરંતુ હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એલ.આર.ડી અને પીએસઆઇની પરીક્ષા આપનાર ઉમેદવારો ગેરરીતી કરવાનું નહીં વિચારે અને યોગ્ય રીતે પરીક્ષા થશે.

સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ અને કોલ લેટરમાં છબરડો કરનાર મુખ્ય સાગરીત ઝડપાયો : ફુલઝર ગામનો ભાવેશ ઝાપાડયા હોવાનું ખૂલ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના જવાહર ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં કોલ લેટરમાં છબરડા કરી અને તેમાં ચેક કરી અને સમયમાં ફેરફાર કરનારા પાંચ લોકો ઝડપાયા હતા જેમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા આ તમામને સુરેન્દ્રનગર સેશન કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને આ મામલે ત્રણ દિવસના સીટી પોલીસ મથકના પીઆઈ ત્રિવેદીએ રિમાન્ડ માંગ્યા હતા તેવા સંજોગોમાં કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા આ મામલે વધુ પુછપરછ કરવામાં આવતાં આ સમગ્ર ઘટના માસ્ટરમાઇન્ડ ગણાતા ભાવેશ ઝાપાડીયા હોવાનું ખુલવા પામ્યું હોય તો તેની અટકાયત રાજકોટ ખાતેથી પોલીસે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.