- જેલમાં રહી 13 જેટલા સાગરીતનોની મદદથી 135 જેટલા ગંભીર ગુના આચરતા ગુજસીટોકનો ગુનો નોંધાયો’તો
- પિયુષ કોટડીયાની રૂા.64.50 લાખની મિકલત ટાચમાં લેવાયા બાદ વધુ એક સાગરિતનું જેસીબી સહિતની મિલકત પોલીસે ટાંચમાં લીધી
ગોંડલ જેલમાં રહી કુખ્યાત નિખીલ દોંગાએ 13 જેટલા સાગરિતોની મદદથી હત્યા, હત્યાની કોશિષ અને મિલકત પડાવી લેવા અંગેના 135 જેટલા ગુના આચર્યા હોવાથી પોલીસે ઓર્ગેનાઇજ ક્રાઇમ અટકાવવા નિખિલ દોંગાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી એક સાગરિતની રૂા.64.50 લાખની મિલકત ટાંચમાં લીધા બાદ ગઇકાલે વધુ એક સાગરીતનું જેસીબી સહિતની મિલકત ટાંચમાં લેવામાં આવતા નિખિલ દોંગા ગેંગમાં ફફડાટ મચી ગયો છે.
અનેક ગંભીર ગુનામાં ગોંડલ જેલમાં રહેતા નિખિલ દોંગાએ જેલમાં મહેફીલ કરી હોવાની યોજી હોવાથી ગોંડલ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. હત્યા, હત્યાની કોશિષ અને મિલકત પડાવી લેવા અંગેના 14 જેટલા ગુનામાં રહેલા નિખિલ દોંગા સહિત 13 સખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નિખિલ દોંગાને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તે દરમિયાન તે પોલીસને ચકનો દઇ ભાગી જતા પોલીસે તેનો પિછો કરી ઉતરા ખંડથી ઝડપી લીધો હતો.
નિખિલ દોંગા ગેંગના સાગરિત પિયુશ કોટડીયાની રૂા.64.50 લાખની ગોંડલ અને શાપર ખાતેની મિલકત ટાંચમાં લીધા બાદ નિખિલ દોંગા પર ભીસ વધારવા પોલીસે વધુ એક સાગરિતનું જેસીબી ટાંચમાં લીધું છે. નિખિલ દોંગા ગેંગમાં ફફડાટ મચી ગયો છે.