ગુજરાતમાં આગ શાંત થવાનું નામ નથી લઇ રહી. એક પછી એક રોજિંદી રીતે કોઇને કોઇ જગ્યાએ આગ લોઅવાના બનાવો સામે આવતા હોય છે. હજી તો એક આગનો બનાવ લોકોના માનસમાંથી ભુલાયો ના હોઈ ત્યાં ફરી એક આગનો બનવા સામે આવતો હોઈ છે. ત્યારે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં આજે ભુજમાં સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભયાનક આગ લાગી હતી. અને આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં પોલીસે જપ્ત કરેલાં વાહનો આગની ચપેટમાં આવતાં ધડાકા-ભડાકા સંભાળાયા, 7 કિમી દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.
આ ઘટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક બની, જ્યાં બંધ પડેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસે જપ્ત કરેલા ટુ-વ્હીલર અને અન્ય વાહનો રાખવામાં આવ્યા હતા. આ વાહનોની ટાંકીઓમાં રહેલા પેટ્રોલ અને ડીઝલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની લપેટો અને ગરમીએ વાહનોમાં વિસ્ફોટોનું જોખમ વધાર્યું, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો, જેના કારણે મોટી જાનહાનિ ટળી. પોલીસે ઘટનાસ્થળને સુરક્ષિત કરીને આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ મેળવ્યું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ સાથે જ્યારે આગ લાગવાની જાણ થઈ, ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંધ જેલમાં વર્ષોથી પડતર રહેલા ટુ-વ્હીલર વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે.
જેલ કમ્પાઉન્ડમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા અનેક ધડાકા અને વિસ્ફોટ થયા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં જપ્ત કરાયેલા વાહનોની ટાંકીમાં રહેલા પેટ્રોલ-ડીઝલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વિવિધ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ આગની ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જી દીધો છે. આગના કારણો અને નુકસાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ : નવીનગીરી ગોસ્વામી