વૃઘ્ધાનો રિપોર્ટ આવે તે પહેલા જ દમ તોડયો: ૧ર દર્દી સારવાર હેઠળ
શહેરમાં સ્વાઇનફલુના ફફડાટથી લોકોમાં ભયનું માહોલ ફેલાઇ રહ્યું છે. ત્યારે રાજકોટ સીવીલ હોસ્૫િટલમાં વધુ એક વૃઘ્ધાને સારવાર અર્થે સ્વાઇનફલુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું રિપોર્ટ આવતા પહેલા જ વૃઘ્ધાએ દમ તોડયો હતો.
સૌરાષ્ટ્રભરમાં દર્દીઓ માટે રાજકોટ સ્વાસ્થ્યનું કેન્દ્ર છે. ત્યારે સીઝનલફલુના વધતા જતાં દર્દીઓને સારવાર માટે રાજકોટ સીવીલ અને ખાનગી હોસ્૫િટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
ગઇકાલે મોરબીના તરુણનું સ્વાઇનફલુ દરમિયાન મોત નિપજયું હતું. વધુ રાજકોટમાં મનહરપ્લોટમાં રહેતા વૃઘ્ધાને તબીયત લથળતા ખાનગી બાદ સીવીલ હોસ્પિટલના સ્વાઇલફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમના નમુના રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા રીપોર્ટ આવ્યા પહેલા જ વૃઘ્ધાએ દમ તોડયો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે રિપોર્ટ આવતા મોતનું કારણ જાણવા મળી રહેશે.