માની આરાધનાની શ્રેષ્ઠ અવસર એટલે નવરાત્રી. નવલા નોરતાની શરૂઆત થઈ ચુકી છે. આજે બીજા દિવસે એટલે કે બીજું નોરતું છે. આ નોરતામાં બ્રહ્મચારિણીનું પૂજન નું મહત્વ ધરાવે છે બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા મળે છે. નવરાત્રિના નવ દિવસ ની માતાજીના વિવિધ સ્વરૂપોની ૯ આરાધના માં જીવનના સકલ રહસ્ય છુપાયેલા છે પ્રથમ દિવસે શૈલપુત્રીના આરાધના થકી સૌભાગ્ય પ્રાપ્તિ યોગ બીજા નોરતે બ્રહ્મચારિણીની આરાધનાનો કાર્ય સફળતા અપાવે સૌભાગ્ય હોય એટલે કાર્ય સફળતા સરળતા અને સફળતા થી મળે નવરાત્રિની નવ આરાધના તપ અને તેના ફળ મનુષ્ય જીવન કર્મ ધર્મ ના ગૂઢ રહસ્ય અને સૃષ્ટિના સૌથી શ્રેષ્ઠ માનવ અવતાર ની ફરજ નો સંદેશો આપે છે.
નવરાત્રી પર્વનો ઉત્સવ એ ભારતીય સંસ્કૃતિ માનવજીવનના શૌર્યભર્યા શક્તિનું પ્રતિક માનવામાં આવે છે આરોગ્ય શક્તિ અને ભક્તિનો સમન્વય નવરાત્રી શક્તિ જીવનમાં પ્રાણ શક્તિ આત્મશક્તિ ઉત્સવ છે શક્તિ વગરનું મનુષ્ય ચેતના યુક્ત હોવા છતાં નિસ્તેજ જડ જેવો છે.
નવરાત્રી ઉત્સવ એ માનવ જીવનમાં શક્તિ ચેતના દિવ્યતા નવ ચેતનાનું આ પર્વ ધર્મ કલા શ્રદ્ધા ઉત્સાહ આનંદ જેવી ઉચ્ચ ભાવનાઓનો સુભગ સમન્વય કરાવનારો રહેશે પ્રથમ નોરતે શૈલપુત્રી સૌભાગ્ય પ્રાપ્તિ અને બીજા નોરતે બ્રહ્મચારિણી ના પૂજનથી કાર્ય સફળતા મળે છે.નવરાત્રીના નવ નોરતામાં ભક્ત માતાજીની નવેનવ સ્વરૂપની સ્તુતિ નિષ્ઠાપૂર્વક કરે તો આવનારુ વર્ષ અને શેષ જીવન અવશ્યપણે ઊર્જાસભર ચેતનાથી ભરાઈ જાય આપણી આસ્થા સનાતન ધર્મ અને વેદ ઉપનિષદ ના સંસ્કારોનું એક અણમોલ કુદરતી ઉપહાર માનીને તેને જીવનમાં ઉજાગર કરવો જોઈએ.