પોલીસની મદદ માંગી તો ખબર પડી કે મહિલાનું પાત્ર ‘આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ’ની ઉપજ હતી
અબતક, રાજકોટ
ગુજરાતના એક પૂર્વ મંત્રી દરજ્જાના નેતા ને હની ટ્રેપમાં ફસાવી મોટી રકમનો તોડ કરવા છતાં વધુ રકમની માગણી નો મામલો પોલીસ સુધી પહોંચતા થયેલી તપાસમાં આંતર રાજ્ય સ્તરના કૌભાંડ ની વિગતો બહાર આવી છે. ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગયા જુલાઈ મહિનામાં ગુજરાત સરકારના એક મોટા ગજાના નેતા સોશિયલ મીડિયા મારફત પોતે રાજસ્થાનમાં પક્ષના સભ્ય હોવાના ની ઓળખ આપનારી એક મહિલા તેના પરિચયમાં આવ્યા હતા અને, બન્ને નજીક આવ્યા હતા અને ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ સમયે મહિલાએ આ નેતાજી નો સંપર્ક કર્યો હતો, પોતે પક્ષની કાર્યકર હોવાની ઓળખ આપી હતી અને ૂવફતિંફાા નંબર આપ લે કર્યા હતા ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતા અને મહિલા નો સંપર્ક ગાઢ બનતા વિડીયો કોલ પર વાતચીત દરમિયાન નિવસ્ત્ર થયેલી મહિલાને જોઈને નેતાએ પણ કપડા ઉતાર્યા હતા થોડીવાર પછી ડીસ કનેક્ટથઈ ગયેલા વિડિયો કોલ નોવિડીયો આ નેતાને મોકલવામાં આવ્યો હતો જેમાં પોતે એક નગ્ન મહિલા સાથે દર્શાવાયા હતા ,આ વીડિયો વાયરલ થતાં રોકવો હોય તો પાંચ લાખ રૂપિયા ની માંગણી કરવામાં આવી હતી ,જેમાંથી નેતાએ બે લાખ રૂપિયા ની ચુકવણી કરી હતી અને અગાઉ પચાસ હજાર રૂપિયાની મદદ ને પણ ગણી લેવામાં આવી હતી આમ કુલ નેતાને અઢી લાખ રૂપિયા ચૂકવવા પડયા હતા. આ મામલો પોલીસ મથકે પહોંચતા કરેલી તપાસમાં સ્ત્રીનું પાત્ર ખરેખર “આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ” ની મદદથી ઊભું કરાયેલું હતું ગયા જુલાઈ મહિનામાં પણ આવું એક બનાવ નોંધાયો હતો પોલીસે કરેલી તપાસમાં આ કૌભાંડમાં મેવાતની કોઈ આંતરરાજ્ય ગેંગ હોવાનું જાણવા મળ્યું છે રાજકારણીઓને હનીટ્રેપ માં ફસાવી પૈસા પડાવનારી આ ગેંગ ભોગ બનેલા પૂર્વ મંત્રી પાસેથી પૈસા પડાવવાના આ મામલાની પોલીસે તપાસ હાથ ધરી છ.