- જામનગર જિલ્લાના પોલિસ વડા પ્રેમસુખ ડેલુનો આજે જન્મદિવસ
- પોતાની કાબિલીયત અને સૂઝ બુઝથી અનેક ગુન્હાઓના ભેદ ઉકેલ્યા
જામનગર ન્યૂઝ : જામનગર જિલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલુ મુળ રાજસ્થાન રાજ્યના બીકાનેર જિલ્લાના રાસીસર ગામના રહેવાસી છે. અને તેઓનો જન્મ એક સામાન્ય પરિવારમાંથયો હતો. પ્રેમસુખ ડેલુ ચાર ભાઈઓ-બહેનોમાંથી સૌથી નાના છે અને તેમના મોટા ભાઈ રાજસ્થાન પોલીસમાં છે. ગુજરાત કેડરના સૌથી કાબીલ ઓફીસરોમાંથી પ્રેમસુખ ડેલુનું નામ સૌથી મોખરે છે. પ્રેમસુખ ડેલુએ આ પદવી પર પહોંચવા ઘણો સંઘર્ષ કર્યો છે અને આજે તે એક કાબિલ આઈપીએસ છે.
જ્યારથી જામનગરનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ક્રાઈમ રેટ નીચો જોવા મળ્યો છે અને પોતાની કાબિલીયત અને સૂઝ બુઝ થી અનેક ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેમજ તેમના દ્વારેથી કોઈપણ નાનો ફરિયાદી પણ પાછો ન જાય તેને પણ ન્યાય અપાવવા એટલી જ મહેનત કરે છે. તેમજ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી પ્રજાની વચ્ચે જ રહે છે. આજે તેમનો જન્મદિવસ હોય ત્યારે અબતક પરિવાર તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.
સાગર સંઘાણી