સોમવારે દિલ્હી AIIMSમાં ભીષણ આગ લાગી હતી. અહેવાલ મુજબ, આગને કાબૂમાં લેવા માટે છથી વધુ ફાયર ટેન્ડર સ્થળ પર છે.
AIIMSના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. જો કે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જાણકાર સૂત્રોએ જણાવ્યું કે આગનો કોલ મળતા જ આસપાસના તમામ દર્દીઓ અને સ્ટાફને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે આઈએએનએસને જણાવ્યું હતું કે, “એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાંથી 11.54 કલાકે આગનો કોલ મળ્યો હતો. કુલ 8 ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચી ગયા હતા.”
દરમિયાન, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.